
પુતિન ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.ભારતના પ્રવાસે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન.તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે : પુતિનનો ભારતનો પ્રવાસ ખાસ રહેશે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમ વિશે જાણકારી સામે આવી ગઈ છે. પુતિન ૪ અને ૫ ડિસેમ્બરે ભારતના પ્રવાસે રહેશે.
આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે-સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. પુતિનનો ભારતનો પ્રવાસ ખાસ રહેવાનો છે. અમેરિકાએ રશિયાથી તેલ ખરીદવાને કારણે ભારત પર ટેરિફ લાગૂ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેઓ ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન મોદી-પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. ક્રેમલિને પુતિનના પ્રવાસને લઈને જણાવ્યું કે તેની તૈયારી શરૂ થઈ ગઈ છે. તેમના આ પ્રવાસથી ભારત અને રશિયાના સંબંધ વધુ મજબૂત થશે.
ઓગસ્ટમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલના મોસ્કો પ્રવાસ દરમિયાન પુતિને ભારત આવવાની જાહેરાત કરી હતી. પરંતુ તે સમયે તેમના કાર્યક્રમની જાણકારી સામે આવી નહોતી. પીએમ મોદી અને પુતિન શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (જીર્ઝ્રં) સમિટ દરમિયાન ચીનમાં મળ્યા હતા.
અમેરિકાને ભારત અને રશિયાની દોસ્તી પસંદ આવી રહી નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે આ મુદ્દે ઘણીવાર નિવેદન પણ આપ્યા છે. પરંતુ તેમનું હવે ભારત પ્રત્યે કુણુ વલણ જાેવા મળ્યું છે. ટ્રમ્પના ટેરિફ છતાં ભારતે રશિયા સાથે મજબૂત સંબંધ બનાવી રાખ્યા છે.
પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ સામે આવ્યો છે. તેઓ ૪ અને ૫ ડિસેમ્બરે ભારતમાં હશે. પુતિન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરશે. ભારત રશિયા વચ્ચે ડિફેન્સ ડીલને લઈને ચર્ચા થઈ રહી છે. પરંતુ તે મુદ્દે સત્તાવાર જાણકારી સામે આવી નથી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે અને સહયોગના આગામી તબક્કા માટેનો માર્ગ નક્કી કરશે.




