
MP સરકારનો કેન્દ્રને સસ્પેન્ડનો પ્રસ્તાવ.‘પુત્ર માટે બ્રાહ્મણ યુવતીની માંગ’ કરતું નિવેદન IAS સંતોષ વર્માને ભારે પડ્ય.મુખ્યમંત્રી મોહન યાદવના આદેશ બાદ તેમને કૃષિ વિભાગમાંથી સામાન્ય વહીવટી વિભાગમાં મોકલાયા.મધ્ય પ્રદેશ સરકારે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ આઇએએસ અધિકારી તેમજ અનુસૂચિત જાતિ એવમ જનજાતિ અધિકારી એવમ કર્મચારી સંઘના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સંતોષ વર્મા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મધ્ય પ્રદેશ સરકારે તેમને નોકરીમાંથી બરતરફ કરવા કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના આદેશ બાદ તેમને કૃષિ વિભાગમાંથી સામાન્ય વહીવટી વિભાગ (GAD)માં મોકલી દેવાયા છે.
આ કાર્યવાહીનું મુખ્ય કારણ ૨૩ નવેમ્બરના રોજ ભોપાલમાં અજાકસના રાજ્ય સ્તરના અધિવેશનમાં સંતોષ વર્માએ આપેલું નિવેદન છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરાને દાન ન કરી દે, ત્યાં સુધી તેને (દીકરાને) અનામતનો લાભ મળવો જાેઈએ.’ આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બ્રાહ્મણ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો.
આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં, બ્રાહ્મણ સમુદાયમાં તીવ્ર રોષ જાેવા મળ્યો હતો. પરિણામે, માત્ર રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં સંતોષ વર્મા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. આ દરમિયાન સંતોષ વર્માની આ ટિપ્પણીથી નારાજ થઈને ૬૫ બ્રાહ્મણ સંગઠનોએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવાની અને ૧૪ ડિસેમ્બરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જાે પગલાં નહીં લેવાય, તો આખા રાજ્યમાં બંધની તૈયારી કરવામાં આવશે.
આ નિવેદનનો વિવાદ અટક્યો ન હતો ત્યાં સંતોષ વર્માએ ફરી ૧૧ ડિસેમ્બરે પણ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું. ભોપાલમાં અજાકસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ‘આપણા બાળકો ST-SC તો બની જાય છે, પરંતુ સિવિલ જજ નથી બની શકતા. હાલમાં જ સિવિલ જજની ભરતીમાં ST-SC કેટેગરીનો એકેય ઉમેદવાર પસંદ ના થયો. હાઈકોર્ટે ૫૦% કટ ઑફ માર્ક્સ રાખ્યા હતા, પરંતુ આપણા સંતાનોને ૪૯.૯૫ માર્ક્સ અપાય છે, ૫૦ નહીં. ઈન્ટરવ્યૂમાં પણ ૨૦ના બદલે ૧૯ માર્ક અપાય છે. આ સુનિયોજિત રીતે કરાય છે, જેથી તેઓ જજ ના બની શકે. આ એ જ હાઈકોર્ટ છે, જે ST કેટેગરીના યુવાનોને સિવિલ જજ બનતા અટકાવે છે. આ એ જ હાઈકોર્ટ છે જેની પાસેથી આપણે બંધારણનું પાલન કરવાની ગેરંટી માંગીએ છીએ.‘




