ભારતીય વાયુસેનાએ ફ્રેન્ચ એરફોર્સ અને UAE એરફોર્સ સાથે મળીને ડેઝર્ટ નાઇટ એક્સરસાઇઝ કરી હતી. આ કવાયતમાં ફ્રાંસ તરફથી રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને મલ્ટી-રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે F-16 UAE તરફથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ એરક્રાફ્ટ યુએઈના અલ ધફરા એર બેઝથી સંચાલિત હતા.
ભારતીય વાયુસેના તરફથી આ અભ્યાસમાં Su-30, MKI, MiG-29, Jaguar, AWACS, C-130-Jનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય એફઆઈઆરમાં અરબી સમુદ્ર પર આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતીય બેઝ પરથી ભારતીય વિમાનોનું સંચાલન કરવામાં આવતું હતું.