
ભારતીય સામાનની વિદેશમાં ભારે ડિમાન્ડ!.ભારતે નવેમ્બરમાં ધડાધડ કર્યું એક્સપોર્ટ, તૂટ્યો ૧૦ વર્ષનો રેકોડ.વૈશ્વિક પડકારો અને ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની અસર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે મજબૂત વાપસી કરી છ.વૈશ્વિક પડકારો અને ટ્રમ્પ ટેરિફની અસર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે મજબૂત વાપસી કરી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, નવેમ્બર ૨૦૨૫માં ભારતની મર્ચન્ટાઇઝ નિકાસ ૧૯.૩૭ ટકાના શાનદાર વધારા સાથે ૩૮.૧૩ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ આંકડો એટલા માટે ઐતિહાસિક છે, કારણ કે છેલ્લા ૧૦ વર્ષોમાં નવેમ્બર મહિનામાં ક્યારેય આટલું વધારે નિકાસ થયું નથી.
બીજી બાજુ ઈમ્પોર્ટના મોરચે પણ દેશને રાહત મળી છે. ઈમ્પોર્ટમાં ૧.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો અને તે ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર પર પહોંચી ગયું છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી સ્પષ્ટ જાણવા મળે છે કે, ટ્રમ્પ ટેરિફ અને વૈશ્વિક પડકારોની વચ્ચે પણ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે.
ઓક્ટોબરમાં જે વેપાર ખાધ ૪૧.૬૮ અબજ ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી, તે નવેમ્બરમાં ઘટીને ૨૪.૫૩ અબજ ડોલર પર આવી ગઈ. આ ઘટાડો સરકાર અને RBI માટે મોટી રાહત છે, કારણ કે ઓછી વેપાર ખાધ સીધી રીતે રૂપિયાની મજબૂતીમાં મદદ કરે છે. નવેમ્બરમાં સોનાના આયાતમાં લગભગ ૬૦%નો ભારે ઘટાડો જાેવા મળ્યો છે. તેની સાથે જ ક્રૂડ ઓઈલ અને કોલસાના આયાતમાં પણ ઘટાડો નોંધાયો છે. આની સીધી અસર દેશની વેપાર ખાધ પર પડી છે, જે કોઈપણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય હોય છે.
માત્ર વસ્તુઓ જ નહીં, ભારતની સેવાઓનો જાદુ પણ દુનિયાના માથે ચઢીને બોલી રહ્યો છે. નવેમ્બર ૨૦૨૫માં સેવાઓની નિકાસ વધીને ૩૫.૮૬ અબજ ડોલર થઈ ગઈ, જે ગયા વર્ષે ૩૨.૧૧ અબજ ડોલર હતી. જાે આપણે મોટા દૃષ્ટિકોણથી જાેઈએ તો, ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-નવેમ્બર ૨૦૨૫)માં દેશની કુલ નિકાસ ૨.૬૨% વધીને ૨૯૨.૦૭ અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે. જાેકે, આ જ સમયગાળામાં કુલ આયાત પણ ૫.૫૯% વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર રહી છે, પરંતુ નવેમ્બરના આંકડાઓએ બજારમાં નવી આશા જગાવી છે.




