
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. માં મંડળીએ પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયક ના રૂપિયા ૧૫ કરોડના ફ્રોડ કર્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ મંડળીમા ખાંડ સ્ટોક ૪ હજાર ૨૨ કવીન્ટલ હોય તેમ છતાં પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર ખોટી રીતે ફિઝિકલ વેરિફિકેશન, ખાંડનો જથ્થો ૫૯૪૦૨ કવીન્ટલ નો સ્ટોક બતાવી નેશનલ કો. ઓ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NCDC) માંથી તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ૯,૩૫,૯૫૦૦૦/- પુરા ની લોન મંડળીના ખાતામા મેળવી હતી. તેમજ તા.૧૯/૦૬/૨૦૨૩ ના રોજ ૨૩૮૦૦ કવીન્ટલ ખાંડના સ્ટોક ઉપર રૂપિયા ૬,૨૯,૨૯,૦૦૦/- ની લોન મેળવેલ હોય જે મળી કુલ રૂપિયા ૧૫,૬૫,૨૪,૦૦૦/- ની લોન મેળવી બદદાનત થી દૂરઉપયોગ કરી ગંભીર ગુનો કરતા (૧)મંડળીના પ્રમુખ પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડયા, હાલ રહે.અંકલેશ્વર, અંબેગ્રીન સિટી, તા. અંકલેશ્વર, જિ. ભરુચ (૨) પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ , હાલ રહે.૧૦,બીયોનવિલા સોસાયટી, ડીમાર્ટ ની પાછળ કેનાલ રોડ, જહાંગીરપુરા, સુરત, મૂળ રહે. સરસ ગામ,તા.ઓલપાડ, જિ.સુરત (૩) જતિન ઈશ્વરભાઈ નાયક રહે.૪-રાસ્મેશ્વરમ રો-હાઉસ, ગંગેશ્વર મંદિર ની પાછળ, અડાજણ, સુરત ની ધડપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉપરોકત ત્રણેય આરોપીઓ એકબીજાના મેળાપીપણામા ખોટા સ્ટોક પત્રકો બતાવીને પત્રકો ખોટા છે તેવું જાણતા હોવા છતાં NCDC મા રજૂ કરી તેના ઉપર મોટી લોન મેળવી લઈ તે નાણાં ના હપ્તા નહીં ભરી નાણાં ચાંઉ કરી ગંભીર ગુનો આચરેલ છે. આ લોન મેળવવામા ભૂંડી ભૂમિકા પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયકે ભજવેલ છે. બેન્ક ધ્વારા ખોટા પત્રકો બનાવી તેના ફિઝિકલ વેરિફિકેશન ખોટા હોવા છતાં સાચા દર્શાવી બેન્કના મેનેજર જતિન નાયકે NCDC સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે.
મંડળીના પ્રમુખ અને સ્ટોર કીપર તો કાયદા ના જાણકાર હોતા નથી છતાં ગુનામાં ભાગીદારી કરી છે. એટલે તેઓ ગુનેગારો તો છે જ. પરંતુ આ ગુનો કરવામાં પ્રોત્સાહન આપનાર પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયક જેઓ કાયદા ના જાણકાર અને પીએચડી ડિગ્રી સુધીનો અભ્યાસ કરેલ છે અને બેન્કમા મહિને બે થી અઢીલાખ જેટલો પગાર મેળવતા હોવા છતાં મંડળીના હોદ્દેદારો એ આવી રીતે ગેરમાર્ગે દોરી સરકારી સંસ્થા સાથે મંડળીના હોદ્દેદારોને સંસ્થા સાથે છેતરપિંડી કરવા પ્રોત્સાહિત કરે તે કેટલા અંશે વ્યાજબી ગણાય? પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયક બીજા કેટલા કામમા કાળા હાથ કર્યા છે અને આ ખોટા ફિઝિકલ વેરિફિકેશનમા બીજા કયા અધિકારીઓ સામેલ છે તેની પણ તપાસ થવી જોઈએ.




