ભારત પેપર્સ લિમિટેડ દ્વારા બેંકો સાથે રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં EDએ ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ EDની ટીમે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને યુપીમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. ભારત પેપર્સ લિમિટેડ (BPL), સપ્ટેમ્બર 2006 માં સ્થાપિત, ભારત બોક્સ ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BBFIL), જમ્મુ અને લુધિયાણા સ્થિત પેપર બોર્ડ પેકેજિંગ ઉદ્યોગની સહયોગી છે.
કંપની સામે પ્રાથમિક આરોપ એ છે કે તેના ડાયરેક્ટરોએ અનેક બેંકો સાથે આશરે રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હતી. મળતી માહિતી મુજબ, બેંકો પાસેથી લીધેલી લોનને નકલી દસ્તાવેજો દ્વારા અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવી છે.
ભારત પેપર્સ લિમિટેડના ડિરેક્ટર રાજિન્દર કુમાર, પરવીન કુમાર, બલજિન્દર સિંહ, અનિલ કુમાર અને અનિલ કશ્યપ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.