
મિડલ ઈસ્ટના યુદ્ધમાં રશિયાની એન્ટ્રી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પુતિને ઈરાની રાષ્ટ્રપતિને ફોન કર્યો પુતિને પ્રદેશમાં વધતી જતી દુશ્મનાવટ અને તણાવને ઝડપથી સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૬ માર્ચના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન પુતિને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. વાતચીત દરમિયાન પુતિને પ્રદેશમાં વધતી જતી દુશ્મનાવટ અને તણાવને ઝડપથી સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે રશિયાનો સ્પષ્ટ મત એ છે કે પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા માટે શાંતિ અને સંવાદ તરફ તાત્કાલિક પગલાં લેવા જાેઈએ. પુતિને એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે ચર્ચાઓ ચાલુ છે.
રશિયન વિદેશ મંત્રાલયે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચેની આ ટેલિફોન વાતચીત વિશે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વિદેશ મંત્રાલયે એક ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન, વ્લાદિમીર પુતિને ફરી એકવાર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની, તેમના પરિવારના સભ્યો અને દેશના લશ્કરી અને રાજકીય નેતૃત્વની હત્યા તેમજ સશસ્ત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ દ્વારા ઈરાન પરના હુમલામાં અસંખ્ય નાગરિકોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
રશિયન વિદેશ મંત્રાલયની પોસ્ટમાં આગળ જણાવાયું છે કે, વ્લાદિમીર પુતિને તાત્કાલિક દુશ્મનાવટ બંધ કરવા, ઈરાન અથવા મધ્ય પૂર્વ સંબંધિત કોઈપણ મુદ્દાઓને ઉકેલવા માટે બળના ઉપયોગને નકારી કાઢવા અને ઝડપથી રાજદ્વારી ઉકેલોના માર્ગ પર પાછા ફરવા અંગે રશિયાના સૈદ્ધાંતિક વલણનો પુનરોચ્ચાર કર્યો. આ અંગે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. રશિયન વિદેશ મંત્રાલયમાં બોલતા, મસૂદ પેઝેશ્કિયાને રશિયાનો આભાર માન્યો કે તેઓ ઈરાની લોકો સાથે એકતા ધરાવે છે કારણ કે તેઓ તેમની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનો બચાવ કરે છે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે પુતિન અને પેઝેશ્ખિયાન વચ્ચેની વાતચીત દરમિયાન, એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે ઈરાની પક્ષ સાથે વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક જાળવી રાખવામાં આવશે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાની પ્રદેશ પર યુએસ-ઈઝરાયલી સંયુક્ત લશ્કરી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે આ હુમલો થયો છે. જેમાં તેના ખામેની અને અન્ય મોટા વ્યક્તિઓ માર્યા ગયા હતા, જેના કારણે તેહરાન તરફથી કડક પ્રતિક્રિયા મળી હતી.




