
યાત્રીકો માટે મોટી રાહત સાબિત થશે બજેટમાં ૭ નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવાની જાહેરાત મુંબઈ-પુણેની વચ્ચે હાઈ-સ્પીડ રેલવે કોરિડોર બનાવાશે નાણામંત્રી ર્નિમલા સિતારમણે દેશના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ૭ નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોરની જાહેરાત કરી છે.
આ પહેલનો ઉદ્દેશ મુખ્ય મહાનગો અને આર્થિક કેન્દ્રોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક રેલ નેટવર્થને જાેડવાનો છે, જેનાથી યાત્રા સમય ઘટશે અને ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન મળશે. નાણામંત્રીની જાહેરાતના પ્રમાણે, મુંબઈ-પુણેની વચ્ચે હાઈ-સ્પીડ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. જે બંને શહેરોની વચ્ચે રોજ અવર-જવર કરતા યાત્રીકો માટે મોટી રાહત સાબિત થશે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં દિલ્હી-વારાણસી હાઈ સ્પીડ રેલવે કોરિડોરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે, જેનાથી રાજધાની અને પૂર્વી ઉત્તર પ્રદેશની વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે. સરકારનું કહેવું છે કે, મોટા શહેરોની વચ્ચે હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી ન માત્ર યાત્રી સુવિધાઓ યોગ્ય થશે, પરંતુ વેપાર, પ્રવાસન અને રોજગારની તક પણ વધશે. આ પગલું લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને આર્થિક ગતિવિધિઓને ગતિ આપવામાં મદદ કરશે.




