
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત.
ભારતમાં હવે નવા ઓનલાઈન આંદોલનની જાણે કે શરૂઆત થઈ રહી હોય એમ CJP આંદોલન પછી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વિરોધ જેનું સીધું નિશાન છે પરિવહન મંત્રી નિતિન ગડકરી. “કોકરોચ જનતા પાર્ટી” ના નેતૃત્વમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી “E20 જનતા પાર્ટી” (EJP) નામનું એક નવું ઓનલાઈન આંદોલન આકાર લેવાનું શરૂ થયું. એમાં ઇથેનોલ મિશ્રિત ઈંધણ અને દેશની ખરાબ રસ્તાની સ્થિતિને લઈને કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીને હટાવવાની અને રાષ્ટ્રીય ઈંધણ નીતિમાં પારદર્શિતાની માંગણી કરી છે.
એકસ(x) પરની એક પોસ્ટમાં , સંગઠને જણાવ્યુ હતું કે “E20 જનતા પાર્ટી” (કોઈ રાજકીય પક્ષ નથી) અમે એક સ્વતંત્ર નાગરિક ચળવળ છીએ જે સામાન્ય લોકોને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવા પર કેન્દ્રિત છે. અમારો એકમાત્ર એજન્ડા પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો, ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવાનો અને ભારતની E-20 (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) નીતિની વાસ્તવિક અસર અંગે ખુલ્લી જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે. જોકે, આ સોશિયલ મીડિયા ઝુંબેશ કોણે શરૂ કરી હતી અથવા તેની પાછળ કોણ છે તે અંગેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આમ છતાં તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ૨,૨૫,૦૦૦ થી વધુ અને X (એકસ) ઉપર
૩૦,૦૦૦ થી વધુ ફોલોઅર્સ મળ્યા છે.
આમ EJP ની એક પોસ્ટમાં કહેવામા આવ્યું છે કે “અમે કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન આપતા નથી અથવા તેની સાથે જોડાણ કરતા નથી. તેથી એ અંગેની અફવાઓથી ગેરમાર્ગે દોરાશો નહી.” જ્યારે અમારી માંગ સરળ છે. જવાબદારી પારદર્શિતા અને ગ્રાહકોને સાંભળવાનો અધિકાર. ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વ્યંગ કરતા લખે છે કે કોકરોચ જનતા પાર્ટી “સીઝન-૧” હતી. જે હવે “સીઝન -૨” ના નામે નિતિન ગડકરી સામે આંદોલન શરૂ કરશે.




