
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
કેરલમના કન્નુરમાં કન્ઝયુમર ફોરમે એક મેરેજ બ્યૂરોને એક ગ્રાહકની રજીસ્ટ્રેશન ફી પાછી આપીને તેને વળતર આપતો આદેશ આપ્યો છે. વાત એમ હતી કે નર્સિંગ હોમના એક પ્રોફેસરે 2016માં એક મેરેજ બ્યૂરોમાં પોતાનું રજીસ્ટેશન કરાવ્યુ હતું.
અને એ માટે તેમણે ૩૦૦૦ રૂપિયાની ફી ભરી હતી. મેરેજ બ્યૂરોવાળાએ પ્રોફેસરને ભરોસો અપાવ્યો હતો કે તેમને બાહુ જલ્દીથી યોગ્ય છોકરી બતાવવામાં આવશે. પણ એવું થયું નહીં. પ્રોફેસરે અવારનવાર બ્યૂરોનો સંપર્ક કર્યો.પરંતુ તેમને એકેય છોકરી બતાવવામાં આવી નહીં.
નવ-નવ વર્ષ વીતી ગયા પણ મેરેજ બ્યૂરો તરફથી કોઈ રિઝલ્ટ આવ્યું નહીં અને એક જ જવાબ મળ્યો કે તેમને અનુકૂળ એક પણ લગ્નનો પ્રસ્તાવ મળ્યો નથી. પ્રોફેસરના પિતા પણ દીકરાના લગ્ન થશે એની રાહ જોતા મૃત્યુ પામ્યા અને હવે તેમની મમ્મી પણ બીમાર છે.
એ પછી પ્રોફસરની ધીરજ ખૂટી ગઈ. તેમણે કન્ઝયુમર ફોરમમાં ફરિયાદ કરી. આ કોર્ટમાં પણ મેરેજ-બ્યૂરો તરફથી કોઈએ જવાબ આપવાની તસદી ન લીધી. આખરે કન્ઝયુમર કોર્ટે મેરેજ બ્યૂરોની સર્વિસમાં ખોટ હતી એવું તારણ કાઢીણે રજીસ્ટ્રેશન ફી ૩૦૦૦ રૂપિયા માનસિક પરેશાનીનું વળતર ૨૦૦૦ રૂપિયા કોર્ટ કેસનો ખર્ચ ૩૦ દિવસની અંદર ગ્રાહકણે ચૂકવવાનો મેરેજ બ્યૂરોણે આદેશ આપ્યો હતો.




