
નેશનલ હાઈવે 6 પર સોનાપુર ટનલ ખાતે આજે સવારે ભૂસ્ખલનની ઘટના નોંધાઈ હતી. જે બાદ હવે પૂર્વ જયંતિયા હિલ્સ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે.

પોલીસે જણાવ્યું કે કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે અને મુસાફરોને સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.



