
SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ જાે જીતનું અંતર ૨% હોય અને ૧૫% લોકો વોટ ન આપી શકે તો શું? બંગાલ મામલે ચૂંટણી પંચનું અલગ વલણ : સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળમાં સઘન પુનરીક્ષણ એટલે કે જીૈંઇ પ્રક્રિયા મતદારોના નામ દૂર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચીએ મતદાન યાદીમાંથી મતદારોના નામ દૂર કવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે SIR મુદ્દે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે, જાે જીતનું અંતર ૨% હોય અને ૧૫% લોકો વોટ ન આપી શકે તો શું? ન્યાયાધીશે યાદીમાંથી હટાવાયેલા વ્યક્તિઓની અપીલ પર વિચારણા કરવા મજબૂત અપીલ તંત્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ન્યાયાધીશે તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોથી અલગ ‘તાર્કિક વિસંગતતા’ નામની એક શ્રેણી રજૂ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, બિહારમાં જે રીતે SIR પ્રક્રિયા હાથ ધરાઈ હતી, તેવું વલણ અપનાવવા બદલે ચૂંટણી પંચ ભટકી ગયું છે. ચૂંટણી પંચે બિહાર મામલે કહ્યું હતું કે, ૨૦૦૨ની મતદાર યાદીમાં સામેલ વ્યક્તિઓએ દસ્તાવેજાે અપલોડ કરવાની જરૂર નથી.
લાઈવ લૉના અહેવાલ મુજબ, જસ્ટિસ બાગચીએ ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે, ‘જાે ઉમેદવારની જીતનું અંતર ૧૦% હોય અને ૧૦% મતદારો મતદાન ન કરે તો કદાચ વાંધો ન આવે. પરંતુ જાે જીતનું અંતર માત્ર ૨% હોય અને યાદીમાંથી નામ કપાવાને કારણે પાત્રતા ધરાવતા ૧૫% મતદારો વોટ ન આપી શકે, તો આ ગંભીર બાબત છે અને આપણે તેના પર નિશ્ચિતપણે વિચારવું જાેઈએ.’ તેમણે વધુમાં ઉમેર્યું કે કોર્ટ કોઈ વ્યક્તિગત અભિપ્રાય નથી આપી રહી, પરંતુ યોગ્ય કે ખોટી રીતે યાદીમાંથી બહાર રહી ગયેલા જાગૃત મતદારની ચિંતા મહત્વની છે.
ન્યાયાધીશે કહ્યું કે, જ્યારે અત્યંત દબાણવાળી પરિસ્થિતિ હોય ત્યારે જીૈંઇની કામગીરી કરતા ન્યાયિક અધિકારીઓ પાસે ૧૦૦ ટકા સારી કામગીરીની આશા ન રાખી શકાય. જ્યારે અધિકારી ઓછી સમયમર્યાદાની અંદર, દૈનિક ૧૦૦૦થી વધુ દસ્તાવેજાે ચકાસતા હોય તો ૭૦ ટકા ચોક્સાઈને પણ ઉત્કૃષ્ટ કામગરી માનવામાં આવશે, તેથી ન્યાયાધીશે મજબૂત અપીલીયન તંત્ર સ્થાપવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.
જાેકે મુખ્ય ન્યાયાધીશે અરજી સ્વીકારવામાં અનિચ્છા વ્યક્ત કરી છે અને સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. તેમણે અરજદારને કહ્યું છે કે, તમે અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ તેનું પાલન કરો. બેંચે અરજી ફગાવી દીધી છે, જાેકે અરજદાર માટે અપીલ કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, જાે અરજદારની અરજી સ્વિકારવામાં આવશે તો જરૂર ર્નિણય લેવામાં આવશે.




