
પીએમએ ચિકિત્સા માટેની વૈશ્વિક પરિષદને સંબોધન કર્ય.પારંપરિક ચિકિત્સાનો વ્યાપ વધે, તેને યોગ્ય દરજ્જાે મળે તે જરૂરી:PM મોદી.અગાઉ પારંપરિક ચિકિત્સા ફક્ત સુખાકારી તથા જીવનશૈલી સુધી મર્યાદિત હોવાની ધારણા હતી પરંતુ તેમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે.ારંપરિક ચિકિત્સાનું મહત્વ સમજાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નિષ્ણાતો સમક્ષ આયુષ મંત્રાલય તથા ગુજરાતના જામનગર સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પારંપરિક ચિકિત્સા કેન્દ્રે ભારતમાં કેન્સરની સારવાર માટે નવી પહેલ શરૂ કરી તેને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ મોદીના મતે પારંપરિક ચિકિત્સા એક યોગ્ય દરજ્જાે મેળવવા હકદાર છે અને વિજ્ઞાનની મદદથી તેણે પોતાનો વિશ્વાસ જીતીને વ્યાપ તેનો વિસ્તારવો જાેઈએ. ડબલ્યુએચઓની પારંપરિક ચિકિત્સા માટેની વૈશ્વિક પરિષદને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, સંશોધનને મજબૂત બનાવાશે, ડિજિટલ ટેન્કોલોજી અને વિશ્વસનીય નિયમનકારી માળખું તૈયાર કરીને આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે. તેમણે આશા વ્યક્ત કરી કે, જે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા છે તેનાથી પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓને આધુનિક ચિકિત્સાથી કેન્સરના ઉપચાર સાથે જાેડાશે. પીએમએ ઉમેર્યું કે, અગાઉ પારંપરિક ચિકિત્સા ફક્ત સુખાકારી તથા જીવનશૈલી સુધી મર્યાદિત હોવાની ધારણા હતી પરંતુ તેમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે. પારંપરિક ચિકિત્સા ગંભીર બીમારીમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે અને ભારત આ જ વિઝન સાથે આગળ વધી રહ્યું છે.
વિશ્વની મોટાભાગની વસ્તી લાંબા સમયથી પારંપરિક ચિકિત્સા પર ર્નિભર છે તેમ છતાં આ ચિકિત્સાને મળવું જાેઈએ તેવું યોગ્ય સ્થાન અને મહત્વ નથી મળ્યું. વડાપ્રધાને આયુષ મંત્રાલયની સંખ્યાબંધ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં આયુષ એકિકૃત સેવા પોર્ટલ (એમએઆઈએસપી)નો સમાવેશ થયો હતો. આ ઉપરાંત પીએમએ આયુષ ઉત્પાદનો અને સેવાની ગુણવત્તા દર્શાવતો વૈશ્વિક બેન્ચમાર્ક સમાન આયુષ માર્કનો અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ યોગામાં તાલીમ અંગેનો ટેન્કિકલ રિપોર્ટ પણ જાહેર કર્યાે હતો અને પુસ્તક ‘ળોમ રૂટ્સ ટુ ગ્લોબલ રિચ: ૧૧ યર્સ ઓફ ટ્રાન્સફોર્મેશન ઈન આયુષ’નું વિમોચન પણ કર્યું હતું.




