
એસીબી ટીમે કચેરીમાં જ છટકું ગોઠવી ઝડપી લીધો સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક ૩ હજારની લાંચ લેતા ઝડપાયો.ડ્રાઇવરને ડબલ શિફ્ટનું રૂ. ૩,૧૭૮ માનદ વેતન મંજૂર કરાવ્યાનું કહી તેમાંથી રૂ. ૩૦૦૦ ની લાંચ માંગી હતી.સુરેન્દ્રનગર એસીબી પોલીસે રૂ.૩૦૦૦ની લાંચ લેતા હોમગાર્ડ કચેરીના હેડ ક્લાર્કને રંગે હાથે ઝડપી પાડયો છે. આરોપી હેડ ક્લાર્કે કરાર આધારિત ડ્રાઇવરને ડબલ શિફ્ટનું માનદ વેતન મંજૂર કરાવ્યું હોવાનું કહી ૩૦૦૦ની લાંચ માંગી હતી.સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં હોમગાર્ડ જવાન તેમજ આઉટસોસગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી ગત અંબાજી મેળામાં હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વાહનમાં ડ્રાઈવર તરીકે ગયા હતા અને ડબલ શિફ્ટમાં નોકરી કરી હતી. જે બંને પગાર ચૂકવી આપવામાં આવ્યું હતું.
તે પૈકી મળેલો માનદ વેતન હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક (વર્ગ-૦૩) વિજયભાઇ સોમાભાઇ પરમારએ મંજૂર કરાવ્યું હોવાનું જણાવી ફરિયાદને દિવસ-૦૭ માં મળેલ માનદ વેતનનાં રૂ.૩,૧૭૮માંથી રૂા.૩,૦૦૦ ફરિયાદીને હેડ કલાર્કએ આપી દેવાનું જણાવી લાંચ માંગી હતી. આથી રૂ.૩૦૦૦ ની લાંચ ફરિયાદી આપવા માંગતા નહી હોવાથી આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસનો સંપર્ક કરતા એસીબી પી.આઈ. અને ટીમે સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં છટકું ગોઠવી રોકડ રૂ.૩,૦૦૦ની લાંચ લેતા વિજયભાઇ સોમાભાઇ પરમારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.




