Supreme Court : સુપ્રીમ કોર્ટે બુધવારે મુસ્લિમ મહિલાઓના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. આ માટે મહિલાઓ CrPCની કલમ 125 હેઠળ અરજી કરી શકે છે.
બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભરણપોષણ એ દાન નથી પરંતુ દરેક પરિણીત મહિલાનો અધિકાર છે અને તમામ પરિણીત મહિલાઓ તેના ધર્મને ધ્યાનમાં લીધા વિના તેનો હકદાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ને CrPCની કલમ 125ની બિનસાંપ્રદાયિક અને ધર્મની તટસ્થ જોગવાઈ પર અગ્રતા આપવામાં આવશે નહીં.’
જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહે ચુકાદો સંભળાવતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.