
ડૂબતા પંજાબમાં ૨,૦૦૦ ગામ જળબંબાકાર હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી પૂર અને મૂશળધાર વરસાદના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભયાવહ સ્થિતિ જાેવા મળી રહી છે.
પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે પૂર આવ્યું હતું. સતલજ અને બિયાસ નદીમાં પૂરના કારણે સૌથી વધુ નુકસાન પંજાબમાં થયું છે. પંજાબમાં ૪૦ વર્ષમાં સૌથી ભયાવહ પૂરથી ૨૦૦૦થી વધુ ગામ જળબંબાકાર થઈ ગયા છે અને ૩.૮૭ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત આભ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હિમાચલમાં ચોમાસાની આ સિઝનમાં કુલ ૩૬૦થી વધુનાં મોત થયા છે જ્યારે ૨૪૬ લોકોને ઈજા પહોંચી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે ફરી આભ ફાટયું હતું.
પંજાબમાં શનિવારે વરસાદનું પ્રમાણ ઘટયું હતું, પરંતુ તેનો પ્રકોપ યથાવત રહ્યો હતો. પંજાબમાં વરસાદના કારણે ૧૪ જિલ્લામાં ૪૬થી વધુ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં ૨૧૯૨૯ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને ૧૯૬ રાહત કેમ્પ બનાવાયા છે, જેમાં ૭૧૦૮ લોકોએ આશરો લીધો છે. સતલજ, બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે ૨૦૦૦થી વધુ ગામ ડૂબી ગયા છે અને હજારો એકરમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે અને ૧.૭૫ લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. રસ્તા, પુલ અને ઘરોને પણ ભારે નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ પૂરગ્રસ્ત રાજ્યોનો પ્રવાસ કરી સ્થિતિની સમીક્ષા કરશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, પંજાબમાં પોંગ ડેમમાં પાણીનું સ્તર આંશિક ઘટયું છે છતાં તે હજુ જાેખમી સ્તરથી ચાર ફૂટ ઉપર છે. બીજીબાજુ સતલજ નદી પર બંધાયેલા ભાકરા ડેમમાં પણ પાણીનું સ્તર આંશિક ઘટયું હતું. ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદના કારણે પોંગ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. હોશિયારપુર, દસુયા
