
વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં ધરપકડ હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ કરાઈ અમેરિકામાં કુખ્યાત ગુનેગાર ભાનુ રાણાની ધરપકડ.સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિદેશી ધરતી પર ગેંગસ્ટરો સામેના ઓપરેશનમાં ભારતના બે મોસ્ટ વોન્ટેડ ગુનેગારો, વેંકટેશ ગર્ગ અને ભાનુ રાણાને જ્યોર્જિયા અને અમેરિકામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. બંને પર હરિયાણા અને પંજાબમાં અનેક ગંભીર આરોપો છે. બંને ગેંગસ્ટરો પર ભારતમાં અનેક ગંભીર ગુનાહિત આરોપો છે. તેમની સામે હરિયાણા અને પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે. સરકાર વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરો સામે કાર્યવાહી કરી રહી છે. હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં અટકાયત કરવામાં આવી છે. તેને ભારત લાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, વેંકટેશ ગર્ગને ખૂબ જ ટૂંક સમયમાં જ્યોર્જિયાથી
ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે. હરિયાણા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળની એક ખાસ ટીમ તેને ભારત પરત લાવવા માટે જ્યોર્જિયા પહોંચી છે. વેંકટેશ ગર્ગ પર હરિયાણા અને પંજાબમાં અનેક ગંભીર આરોપો છે અને તે વિદેશ ભાગી ગયા પછી લાંબા સમયથી સક્રિય છે. તે કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુની ગેંગ સાથે સંકળાયેલો છે. હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર ભાનુ રાણાની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. ભાનુ રાણાને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. આ ધરપકડ ભારતમાંથી મળેલા ઇનપુટ્સના આધારે કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ઓપરેશનનો એક ભાગ છે. ભાનુ રાણાનું નેટવર્ક હરિયાણા અને પંજાબમાં સક્રિય રહ્યું છે, અને તેની સામે અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભાનુ રાણા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલો છે. તેનું નેટવર્ક હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ફેલાયેલું છે. પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલાની તપાસમાં તેનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અમેરિકામાં તેના કેટલાક સંપર્કો આ નેટવર્ક સાથે જાેડાયેલા છે. પોલીસે અત્યાર સુધીમાં ભાનુ રાણાના ઘણાં સાગરીતની ધરપકડ કરી છે. તેની સામે અનેક કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.




