Suresh Gopi: અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી તરીકે શપથ લીધાના બીજા દિવસે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં મંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. ગોપીએ 2024ની સંસદીય ચૂંટણીમાં થ્રિસુર મતવિસ્તારમાંથી જીત મેળવી હતી અને કેરળમાંથી પ્રથમ ભાજપ લોકસભા સાંસદ બનીને ઈતિહાસ રચ્યો હતો.
સમાચારને નકારી કાઢ્યા, પીએમ મોદી સાથેની તસવીર પણ શેર કરી
આ અહેવાલ મીડિયામાં વાયરલ થયા પછી, બીજેપી સાંસદ ગોપીએ આ સમાચારને રદિયો આપ્યો અને તેમના X હેન્ડલ પર વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતની જૂની તસવીર શેર કરી. તેમણે લખ્યું, ‘કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ અને તેઓ પોતે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.