
હાર્દિક પંડ્યાએ આપ્યું મોટું નિવેદન હવે કેટલાક કઠિન ર્નિણય લેવાનો સમય આવી ગયો છે હાર્દિક પંડ્યાના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી ચે કે ટીમમાં મોટા ફેરફાર કરવા પડશે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ૨૦૨૬મા સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારે રમાયેલા મુકાબલામાં પંજાબ કિંગ્સે મુંબઈને સાત વિકેટે કારમો પરાજય આપ્યો હતો.
આ મેચમાં મુંબઈએ પંજાબને ૧૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબની ટીમે માત્ર ૧૬.૩ ઓવરમાં હાસિલ કરી લીધો હતો. આ હાર બાદ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબરમાં સ્થાને છે અને પાંચ મેચમાં માત્ર એક મેચ જીતી શકી છે. આ ખરાબ પ્રદર્શન વચ્ચે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ જાેવા મળ્યો હતો. તેણે ટીમના પ્રદર્શન પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે હવે કેટલાક કઠિન ર્નિણય લેવાનો સમય આવી ગયો છે. હાર્દિકે મેચ બાદ કહ્યું- અમારે કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. શું તમારે કેટલાક કડક ર્નિણયો લેવા જાેઈએ કે આ રીતે યથાવત રાખવું જાેઈએ અને આશા કરવી જાેઈએ કે વસ્તુ સુધરી જશે? આ કેટલાક કડક સવાલ છે જેનો જવાબ અમારે આપવા પડશે અને તે માટે જવાબદારી લેવી પડશે.
હાર્દિકે આગળ કહ્યું- હું વધુ કહેવા ઈચ્છતો નથી. અમારે પરત ડ્રોઇંગ બોર્ડ પર જવું પડશે અને જાેવું પડશે કે અમારી ખામી શું છે. શું કોઈ વ્યક્તિગતની સમસ્યા છે, ગ્રુપની સમસ્યા છે કે પછી પ્લાનિંગની? અમે બેસીને તેના પર વિચાર કરીશું અને આગળ શું કરી શકીએ તે નક્કી કરીશું.
હાર્દિક પંડ્યાના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમમાં મોટા ફેરફાર કરવા પડશે. જસપ્રીત બુમરાહ આ સિઝનમાં એકપણ વિકેટ લઈ શક્યો નથી. તો સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. તેવામાં શું આ સ્ટાર ખેલાડીઓને આરામ આપી કે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી ટીમને નવી દિશા આપવામાં આવશે, આ એક મોટો સવાલ છે. પરંતુ હાર્દિકે કોઈ ખેલાડીનું નામ લીધું નથી અને આખી ટીમને ફોકસમાં રાખી છે.



