
ચીફ સિલેક્ટર અજિત અગરકરે કર્યો મોટો ખુલાસો.અગરકરે શુભમન ગિલના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી.ગિલની સરેરાશ આ વર્ષે ખૂબ નિરાશાજનક રહી છે, તેણે આ વર્ષે T20 માં એક પણ અડધી સદી ફટકારી નથી.મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આજે ૨૦ ડિસેમ્બરના રોજ આગામી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમની જાહેરાતમાં ઘણા આશ્ચર્યજનક ર્નિણયો લેવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપ ટીમમાંથી શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એશિયા કપ વખતે તેને અચાનક ટીમમાં સામેલ કરાયો હતો અને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો હતો, ત્યારે હવે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
વધુમાં રિંકુ સિંહની પસંદગી અને અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય પણ આશ્ચર્યજનક છે. સૌથી આશ્ચર્યજનક બાબત ઇશાન કિશનની પસંદગી હતી, જે ઘણા સમયથી ટીમનો ભાગ નહોતો. જાે કે, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેસ્ટ ફોર્મ દર્શાવ્યું હતું.
શુભમન ગિલને પડતો મૂકવા અંગે પૂછવામાં આવતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. જાે તમારી પાસે ટોપ ક્રમમાં વિકેટકીપર છે, તો તમે નીચેના ક્રમે અન્ય બેટ્સમેનોને તક આપી શકો છો.
અજીત અગરકરે પણ શુભમન ગિલના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરી. ગિલની સરેરાશ આ વર્ષે ખૂબ નિરાશાજનક રહી છે, તેણે આ વર્ષે T20 માં એક પણ અડધી સદી ફટકારી નથી અને તેનું ખરાબ ફોર્મ ટીમમાંથી તેની બાદબાકીનું એક કારણ છે.
શુભમન ગિલ, જીતેશ શર્મા અને શાહબાઝ અહેમદને દક્ષિણ આફ્રિકા સામેની ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. અક્ષર પટેલ શ્રેણીમાંથી બહાર થયા બાદ શાહબાઝ અહેમદને તક આપવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર, ઇશાન કિશન.




