
શુભમન ગિલને બહાર કરાયો, ઈશાન કિશનને મળી તક. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી.બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી : કેપ્ટન સૂર્યકુમાર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા. ICC મેન્સT20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની પસંદગી માટે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાઈ હતી. જે બાદ ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હાજર હતા. સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલ ટીમનો ભાગ નથી. અક્ષર પટેલને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૧૫ સભ્યોની ટીમમાં ઇશાન કિશન અને રિંકુ સિંહનો પણ સમાવેશ થાય છે. ઇશાન બે વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે.
૧૫ સભ્યોની ટીમમાં ઇશાન કિશન અને રિંકુ સિંહનો પણ સમાવેશ થાય છે. ઇશાન બે વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. ઇશાનને તેના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) ના મુખ્યાલયમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ BCCI સચિવ દેવજીત સૈકિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો.
BCCI એ ૨૦૨૬ T20 વર્લ્ડ કપ માટે ચાર બેટ્સમેન, બે વિકેટકીપર, બે સ્પિન ઓલરાઉન્ડર, બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરની પસંદગી કરી છે. ૨૦૨૬ T20 વર્લ્ડ કપ મેચ ભારત અને શ્રીલંકામાં રમાશે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, BCCI એ ૧૫ ખેલાડીઓની પસંદગી કરી છે.
્૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમ :- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, ઈશાન કિશન. ્૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફાઇનલ ૮ માર્ચે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ છમાં મૂકવામાં આવ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), નામિબિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયા તેની ગ્રુપ મેચો ચાર અલગ અલગ સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમની ગ્રુપ મેચો અરુણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી), વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ), આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ) ખાતે યોજાશે.
T20 વર્લ્ડ કપમાં ભારતની મેચો
૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬, સાંજે ૭:૦૦ વાગ્યે, ભારત vs યુએસએ – મુંબઈ
૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬, સાંજે ૭:૦૦ વાગ્યે, ભારત vs નામિબિયા – દિલ્હી
૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬, સાંજે ૭:૦૦ વાગ્યે, ભારત vs પાકિસ્તાન – પ્રેમદાસા, કોલંબો
૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬, સાંજે ૭:૦૦ વાગ્યે, ભારત vs નેધરલેન્ડ – અમદાવાદ




