
આરોપીની પોલીસે કરી ધરપકડ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ આ ઘટનામાં ઈન્દોર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી મહિલા વિશ્વકપ ૨૦૨૫ વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક મોટી ઘટના સામે આવી છે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શનિવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ રમાવાની છે. તે પહેલા સમાચાર સામે આવ્યા કે ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે એક બાઇક ચાલકે છેડતી કરી છે.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ઈન્દોરના આઝાદ નગર નિવાસી અકીલને દોષિ ઠેરવ્યો અને તેની ધરપકડ કરી છે.
આ મામલાની વધુ જાણકારી સામે આવ્યા બાદ જાણવા મળ્યું કે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ રેડિસન હોટલમાં રોકાઈ હતી. ત્યાંથી નજીક એક કેફે છે, જ્યાં બે ખેલાડી ચાલીને જઈ રહી હતી. પરંતુ આ વચ્ચે બાઇક સવાર અકીલ આવે છે અને બંને મહિલા ક્રિકેટરોની છેડતી કરવા લાગે છે. ત્યારબાદ રોડ પર હાજર એક વ્યક્તિએ તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો. તો એક કાર ચાલકે તેની સૂચના પોલીસને આપી હતી.
આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની સુરક્ષા મેનેજર ડૈની સિમન્સે ગુરૂવારે સાંજે એમઆઈજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા અકીલની ધરપકડ કરી છે. રોડ પર રહેલા સીસીટીવીની મદદથી આ મામલાની તપાસ થઈ અને આરોપીને છેડતી, ખોટી રીતે સ્પર્ષ કરવો અને પીછો કરવાના આરોપમાં દોષિ ઠેરવવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વિશ્વકપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. શનિવારે ઈન્દોરમાં તેણે આફ્રિકા સામે છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ બાદ નક્કી થશે કે ઓસ્ટ્રેલિયા ભારત કે ઈંગ્લેન્ડમાંથી કોની સાથે સેમીફાઈનલ રમશે. જાે આ મેચ ઓસ્ટ્રેલિયા જીતે તો સેમીફાઈનલમાં તેની ટક્કર ભારત સામે થશે.




