
Whatsapp Update: લોકપ્રિય ચેટિંગ એપ WhatsApp પર યુઝર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો સપોર્ટ પણ મળશે. Meta એ તેના AI મોડલ Llama 3 ને તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ Instagram, Facebook, Messenger અને WhatsApp સાથે એકીકૃત કરવાનું શરૂ કર્યું છે. આ AI આસિસ્ટન્ટની મદદથી યુઝર્સ રીઅલ-ટાઇમમાં AI-ઇમેજ અને કન્ટેન્ટ જનરેટ કરી શકશે.
ઈન્સ્ટાગ્રામ બાદ હવે ભારતમાં WhatsApp યુઝર્સ માટે Meta AI ફીચર ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે અમે ઈમેજ જનરેશનને ઝડપી બનાવવા માંગીએ છીએ. Meta AIના ઇમેજિન ફીચરની મદદથી યુઝર્સ રિયલ ટાઇમમાં ટેક્સ્ટની મદદથી ઇમેજ બનાવી શકશે.
એનિમેશન સાથે ટેક્સ્ટમાંથી છબી બનાવવામાં આવશે
કંપનીએ કહ્યું કે જ્યારે યૂઝર્સ ટાઈપ કરવાનું શરૂ કરશે ત્યારે તેમને ઈમેજ દેખાવા લાગશે. મેટાએ એક એનિમેશન પણ શેર કર્યું છે જેમાં મેટા એઆઈ ઈમેજીન ફીચરનો ઉપયોગ કરતી વખતે વોટ્સએપ ચેટમાં બદલાવ જોવા મળશે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટા આ ફીચર વિશે વધુમાં કહે છે કે તે પહેલા કરતા વધુ શાર્પ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઈમેજ જનરેટ કરવામાં સક્ષમ છે અને ઈમેજમાં ટેક્સ્ટનો સમાવેશ કરે છે. આ ઈમેજીસની મદદથી યુઝર્સ આલ્બમ આર્ટવર્ક, વેડિંગ સિગ્નેજ અને બર્થડે ડેકોર બનાવી શકે છે. આ સાથે, આ AI આસિસ્ટન્ટ યૂઝર્સને ઈમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટ લખવામાં પણ મદદ કરશે. આ સાથે યુઝર્સ તેની મદદથી GIF પણ બનાવી શકે છે.
Meta AI નો વધતો અવકાશ
મેટા તેની તમામ એપ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેન્જર અને વોટ્સએપ માટે AI ફીચર્સ રજૂ કરી રહ્યું છે. ભારતમાં WhatsApp અને Instagram વપરાશકર્તાઓને Meta AIની ઍક્સેસ મળવાનું શરૂ થઈ ગયું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જરની સાથે, યુ.એસ.માં યુઝર્સ Ray-Ban Meta સ્માર્ટ ચશ્મામાં Meta AI નો ઉપયોગ કરી શકે છે. ટૂંક સમયમાં આ ફીચર મેટા ક્વેસ્ટમાં પણ ઉપલબ્ધ થશે.
