ઈરાનમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. તેહરાનથી લગભગ 335 કિલોમીટર દૂર તાબાસમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો છે. ખાણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે પોતાના એક સમાચારમાં આ માહિતી આપી હતી.
સરકારી એજન્સી એ જણાવ્યું છે કે રાજધાની તેહરાનથી લગભગ 335 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તાબાસમાં સ્થિત કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી, જેમાં 30 લોકો માર્યા ગયા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓને મોકલી દીધા છે. દુર્ઘટના સમયે ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.