
સુપરવિઝાના નિયમોમાં રાહત આપી કેનેડાએ પાસપોર્ટ ફી અને ઈમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કર્યાે ફીમાં કરાયેલાં આ વધારાની અસરમાં રાહત આપવા માટે કેનેડાએ પાસપોર્ટ અરજીઓનો ૩૦ દિવસમાં નિકાલ કરવાની ગેરન્ટી આપવાનું શરૂ કર્યું કેનેડાએ એપ્રિલ, ૨૦૨૬થી પાસપોર્ટ ફીમાં વધારા સહિતના ઈમિગ્રેશનના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યાં છે. આ નવા બદલાવને કારણે, સિટીઝન્સ, પર્મેનન્ટ રેસિડેન્ટ્સ તથા વિઝા અરજદારો પર પર વ્યાપક અસર થશે. પાસપોર્ટ ફીમાં કરાયેલાં વધારાને પગલે હવે ૧૦ વર્ષના એડલ્ટ પાસપોર્ટની ફી ૧૬૦ કેનેડિયન ડોલરથી વધીને ૧૬૩.૫૦ ડોલર થઈ છે, જ્યારે ૫ વર્ષના એડલ્ટ પાસપોર્ટની ફી ૧૨૨.૫૦ કેનેડિયન ડોલર થઈ છે. આ ઉપરાંત સિટીઝનશિપ ફીમાં પણ આંશિક વધારો કરાયો છે, જેને પગલે હવે કેનેડાનું નાગરિકત્વ મેળવવા ઈચ્છતા લોકોએ ૧૨૩ ડોલર ચૂકવવા પડશે. ફીમાં કરાયેલાં આ વધારાની અસરમાં રાહત આપવા માટે કેનેડાએ પાસપોર્ટ અરજીઓનો ૩૦ દિવસમાં નિકાલ કરવાની ગેરન્ટી આપવાનું શરૂ કર્યું છે.
જાે પાસપોર્ટની પ્રક્રિયા આ નિર્ધારીત સમયમાં પૂરી ના થાય તો અરજદારને તેની ફી સંપૂર્ણ પરત કરાશે. આ ગેરન્ટી માત્ર ક્ષતિરહિત અને જરૂરી તમામ દસ્તાવેજાે સાથે કરાયેલી અરજીઓને જ લાગુ પડશે. કેનેડા સરકારે સુપર વિઝાની સ્કીમમાં પણ કેટલીક રાહતો જાહેર કરી છે. જે મુજબ સુપર વિઝા સ્પોન્સર કરનાર વ્યક્તિ છેલ્લાં બે આકારણી વર્ષમાંથી કોઈ પણ એકમાં આવકની જરૂરિયાત પૂરી કરતો હોવો જાેઈએ. આ ઉપરાંત આવકની ટોચમર્યાદાની આવશ્યક્તાને પૂર્ણ કરવા માટે તેમાં કેનેડા આવનારા માબાપ કે દાદા-દાદીની આવક પણ ઉમેરી શકાશે. ઉલ્લેખનીય છે કે, સુપર વિઝા ધરાવનાર માબાપ કે દાદા-દાદી કેનેડામાં સળંગ પાંચ વર્ષ સુધી રહી શકે છે.



