
ભારતના ૭ સ્થળ સામેલ આ સ્થળ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ભાગ.ભારતના સાત ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળે આ અંગે માહિતી આપી હતી. આ યાદીમાં સાત રાજ્યોના સાત સ્થળ સામેલ છે. જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ભાગ છે.
આ યાદીમાં મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના સ્થળ સામેલ છે. જેમાં પંચગનીમાં ડેક્કન ટ્રેપ્સ, મહારાષ્ટ્રનું મહાબળેશ્વર, અને આંધ્રપર્દેશની તિરૂમાલા હિલ્સ સામેલ છે. યુનેસ્કોની સંભવિત હેરિટેજ યાદીમાં મહારાષ્ટ્રના બે સ્થળે સ્થાન મેળવ્યું છે. જેમાં પંચગનીનો ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર સામેલ છે. આ સિવાય આંધ્રપ્રદેશના પણ બે સ્થળને વર્લ્ડ હેરિટેજનો દરજ્જાે મળ્યો છે. જેમાં તિરૂપતિના તિરૂમાલા હિલ્સ તથા વિશાખાપટ્ટનમનું એરામટ્ટી ડિબ્બાલુ સામેલ છે. આ સિવાય મેઘાલયની મેઘાલય ગુફાઓ, નાગાલેન્ડની નાગા હિલ્સ ઓફિયોલાઈટ, કેરળનું વર્કલા, કર્ણાટક સેન્ટ મેરી આઈલેન્ડ ક્લસ્ટરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાયા છે. યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ યાદીમાં આ સાત સ્થળ સાથે ભારતના કુલ ૬૯ સ્થળોએ સ્થાન મેળવ્યું છે. જેમાં ૪૯ કલ્ચરલ, ૩ મિક્સ્ડ, અને ૧૭ નેચરલ કેટેગરીના સ્થળ સામેલ છે. ઐતિહાસિક ઈમારતોના વારસા સાથે અમદાવાદ શહેર પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે. આ કેટેગરીમાં ધોળાવીરા, રાણકી વાવ ઉપરાંત જયપુરનું જંતરમંતર, જયપુર શહેર, અને નાલંદા મહાવિહારના ઐતિહાસિક સ્થળે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવ્યું છે.
