Pyongyang: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયાના સુદૂર પૂર્વીય પ્રદેશ સખામાં થોડા કલાકના રોકાણ બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, 24 વર્ષમાં કોઈ રશિયન નેતાની કોરિયાની આ પહેલી મુલાકાત છે. પ્યોંગયાંગની મુલાકાતે, પુતિને યુક્રેનમાં મોસ્કોના યુદ્ધને મજબૂત સમર્થન આપવા બદલ ઉત્તર કોરિયાની પ્રશંસા કરી હતી. પશ્ચિમ દ્વારા નિયંત્રિત ન હોય તેવા વેપાર અને સુરક્ષા પ્રણાલીઓ બનાવવાનું પણ વચન આપ્યું હતું.
કરાર પર હસ્તાક્ષર કરશે
રશિયન રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રશિયા અને ઉત્તર કોરિયાએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માહિતી આપતા કહ્યું હતું કે મોસ્કો અને પ્યોંગયાંગ પોતાના સંબંધોને મજબૂત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરશે.
મદદ કરવાનો સંકલ્પ કર્યો
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સમિટમાં પુતિન સાથે જોડાયા હતા. આ દરમિયાન આપવામાં આવેલા નિવેદનમાં તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં મોસ્કોનું સમર્થન કર્યું હતું અને મદદનું વચન આપ્યું હતું.