
રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત અમેરિકાના પ્રમુખે કહ્યું છે કે ટુંક સમયમાં બંને અમેરિકા, રશિયા, યુક્રેન એક સાથે વેપાર કરતાં જાેવા મળશે રશિયા અને યુક્રેન વચ્ચે ૪ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રંપ એ એવું કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં જ યુદ્ધ ખતમ થઈ શકે છે. તેમનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત થશે ત્યાર પછી અમેરિકા બંને દેશો સાથે વેપાર શરૂ કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ફ્લોરિડાના પામ બીચમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રશિયા અને યુકેનના યુદ્ધ વિશે વાત કરી હતી. ટ્રંપની વાતમાં જે આત્મવિશ્વાસ હતો તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં સફળ થવાના છે. યુક્રેન અને રશિયા વચ્ચે ૪ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ પૂરું થશે તેવી સંભાવના સિવાય રહી છે. આ તકે ટ્રમ્પે એવું કહ્યું કે તેઓ ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત થઈ જાય જેથી અમેરિકા બંને દેશો સાથે વેપાર કરી શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું પણ કહ્યું કે આ યુદ્ધ પૂરું થશે એટલે અમેરિકા પોતે જ યુક્રેન અને રશિયા બંને સાથે બિઝનેસ કરશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ મામલે અમેરિકાના ફર્સ્ટ લેડી અને ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ એ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે પોપના સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન ૨૭ ઓક્ટોબરથી સિઝફાયર શરૂ કરશે અને આશા છે કે બધું જ યોજના અનુસાર થશે.
તેમણે કહ્યું કે આ મામલે તેમને પોપનું સમર્થન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે અને સમજૂતી પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે આમ તો સમસ્યાઓ વર્ષ ૨૦૧૪ થી ચાલી રહી હતી. આ સમસ્યા ની શરૂઆત ત્યારે થઈ જ્યારે રશિયાએ યુક્રેનના ક્રીમિયા પર પોતાનો અધિકાર મેળવી લીધો. પરંતુ ડાયરેક્ટ યુદ્ધની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ થી થઈ. ૨૦૨૨ થી રશિયા દ્વારા યુક્રેન પર પૂર્ણ સૈન્ય આક્રમણ શરૂ કરવામાં આવ્યું ત્યાર પછી આ જ સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૧ માં સોવિયત સંઘના વિઘટન પછી યુક્રેન એક સ્વતંત્ર દેશ બની ગયો હતો. ત્યાર પછી યુક્રેન એ અમેરિકાના નેતૃત્વ વાળા સૈન્ય સંગઠન નાટોની સદસ્યતા પ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા જે રશિયાને મંજૂર ન હતું. યુક્રેનના આ પ્રયાસ ને રશિયા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમ તરીકે જાેવા લાગ્યું. આ પ્રકારના મુદ્દાના કારણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. હવે આ યુદ્ધ સમાપ્ત થશે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રંપની વાત ક્યારે અને કેવી રીતે સાચી પડે છે તે જાેવાનું રહ્યું.




