
૨૦૨૫માં વિઝા ફ્રી પ્રવેશ આપતા દેશોની સંખ્યા ૫૯થી ઘટી ૫૭ થઈ. વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારત ૫ સ્થાન ગબડી ૮૫મા ક્રમ. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૫ મુજબ અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે, જે ફક્ત ૨૪ સ્થળોએ વિઝા-મુક્ત પ્રવેશ આપે છ. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ ૨૦૨૫માં પાંચ સ્થાન ગબડી ૮૫મા ક્રમે આવી ગયો છે. ગયા વર્ષે ભારતના પાસપોર્ટથી ૫૯ દેશોમાં વિઝા ળી પ્રવેશ મળતો હતો, હવે આ સંખ્યા ઘટી ૫૭ થઈ ગઈ છે. આ યાદીમાં સિંગાપોર પ્રથમ, જ્યારે સાઉથ કોરિયા અને જાપાન બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં છે. પાકિસ્તાનનો પાસપોર્ટ ૧૦૩મા સ્થાને રહ્યો હતો. છેલ્લાં એક દાયકામાં ચીનના પાસપોર્ટના રેન્કિંગમાં ધરખમ સુધારો થયો છે. ૨૦૧૫માં ૯૪માં ક્રમે રહેલો ચીનનો પાસપોર્ટ હવે ૬૪ ક્રમે આવી ગયો છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૫ મુજબ અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે, જે ફક્ત ૨૪ સ્થળોએ વિઝા-મુક્ત પ્રવેશ આપે છે. ૨૬ દેશો સાથે સીરિયા અને ૨૯ દેશો સાથે ઇરાક પણ તળિયાના સ્થાને આવે છે. સ્થિર રાજદ્વારી અને મુસાફરો પ્રત્યેની ખુલ્લી ભાવનાને કારણે જર્મની, ઇટાલી, સ્પેન અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા યુરોપિયન દેશોએ ટોપ ૧૦માં તેમના સ્થાનને જાળવી રાખ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં મોટાપાયે ફેરફાર થયા છે. ૨૦૦૬માં ૭૧મા ક્રમે હતો, જે ૨૦૨૧માં ૯૦મા ક્રમે અને ૨૦૨૪માં ૮૦મા સ્થાને હતો. હાલમાં ભારતીયો ભુતાન, ઇન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ અને ત્રિનિદાદ-ટોબેગો સહિત ૧૨ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મેળવી શકે છે. વધુમાં ભારતીય નાગરિકોને ૨૭ દેશોમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. આ દેશોમાં શ્રીલંકા, માલદીવ્સ, જાેર્ડન, કતાર, બોલિવિયા, કંબોડિયા, ઇથોપિયા, મેડાગાસ્કર, મંગોલિયા, મોઝામ્બિક, મ્યાનમાર, સમોઆ, તાંઝાનિયા અને તિમોર-લેસ્ટેનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ ૩૮ વિઝા-ળી દેશો સાથે ૧૦૦મા ક્રમે છે, જ્યારે નેપાળ ૩૬ દેશોમાં વિઝા ળી પ્રવેશ સાથે ૧૦૧માં ક્રમે રહ્યો છે. અમેરિકાનો પાસપોર્ટ એક સમયે સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાતો હતો. જાેકે આ વર્ષે તે બે દાયકામાં પહેલી વાર ટોપ ૧૦માંથી બહાર ફેંકાઈને ૧૨મા ક્રમે આવી ગયો છે, જે તેનું અત્યાર સુધીનું સૌથી નબળું રેન્કિંગ છે. પાસપોર્ટમાં ધોવાણ માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અમેરિકન નાગરિક ૧૮૦ દેશમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે, જાેકે અમેરિકા પોતે માત્ર ૪૬ દેશોના લોકોને આવી સુવિધા આપે છે. આ અસંતુલનને કારણે તેના પાસપોર્ટનું રેન્કિંગ ઘટી રહ્યું છે.
