
PM મોદીએ ટ્રમ્પની ચાલ ઊંધી પાડી દીધી નોબેલ માટે અધિરા બનેલા ટ્રમ્પની હકીકત આવી બહાર ટ્રમ્પે ફોન કરીને નોબેલ પુરસ્કાર માંગ્યો, તે સાંભળીને મોદી ગુસ્સે થયા; દ્ગરૂ્ના અહેવાલમાં ખુલાસો થયો.
નોબેલ માટે અધિરા બનેલા ટ્રમ્પની હકીકત બહાર આવી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યાના દાવા સાવ પોકળ સાબિત થયા છે. નોબેલ માટે જુઠ્ઠાણું ફેલાવતાં ટ્રમ્પનો પર્દાફાશ થયો છે. ડૉનાલ્ડ ટ્રમ્પ ચાલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંધી પાડી દીધી.
વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ ન થતાં ટ્રમ્પ બરાબરના ભડક્યા છે. વાત જાણે એમ હતી કે, ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન કરી નોબેલની વાત કરી હતી. નોબેલની વાત કરતાં જ PM મોદી ભડક્યા હતા. ૧૭ જૂને ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો હતો. બંને વચ્ચે ૩૫ મિનિટ સુધી વાતચીત થઈ હતી. ટ્રમ્પ ઈચ્છી રહ્યા હતા કે, ભારત પણ તેમને નોબલ માટે ભલામણ કરે. પરંતું PM મોદીએ ફોન પર જ ટ્રમ્પને રોકડું પરખાવ્યું હતું. PM કહ્યું હતું, સીઝફાયરમાં ટ્રમ્પને કોઈ લેવાદેવા નથી. મોદી, મુનીરની ફોટો ઈવેન્ટ કરવાની ટ્રમ્પની ઈચ્છા હતી. ટ્રમ્પની આ હકીકતનો ખુલાસો અમેરિકન અખબારે જ કર્યો છે .
ન્યૂયોર્ક ટાઈમ્સના ખુલાસાથી ટ્રમ્પની થૂ-થૂ થઈ ગઈ છે. મહત્વનું છે, અત્યાર સુધી અનેક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યો. જાે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પષ્ટ કહી ચુક્યા છે કે પાકિસ્તાનની માંગણી પર જ સંઘર્ષવિરામ કરવામાં આવ્યો. દેશની સંસદમાં પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વના કોઈ નેતાના દબાવમાં યુદ્ધવિરામ નથી થયું. હવે અમેરિકન અખબારે જે દાવો કર્યો છે તેનાથી ટ્રમ્પના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે. એટલું જ નહીં વિશ્વમાં ભારતના નેતૃત્વની શક્તિના દર્શન થયા છે.
એ પણ સાબિત થયું છે કે ભારત કોઈના પણ દબાણમાં કામ નથી કરતું, પોતાની ઈચ્છા મુજબ જ કામ કરે છે. ટ્રમ્પની નોબેલ મેળવવાની ઈચ્છા અધૂરી રહી જાય તેવી સ્થિતિ સર્જાતા જ ટ્રમ્પ હાલ રઘવાયા છે અને ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. ટેરિફ એક કારણ છે, અને બીજું કારણ ટ્રમ્પ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવાના વારંવારના દાવાઓ છે. ૧૭ જૂને, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાત થઈ હતી, જેમાં ટ્રમ્પ ઇચ્છતા હતા કે મોદી તેમને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરે. પીએમ મોદી આનાથી ગુસ્સે થયા. બંને નેતાઓએ ૩૫ મિનિટ સુધી ફોન પર વાત કરી.
અમેરિકન અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સ (NYT) એ ખુલાસો કર્યો છે કે ૧૭ જૂને ટ્રમ્પે મોદી સાથે ફોન પર વાત કરીને ફરીથી ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે લશ્કરી તણાવ સમાપ્ત થવા પર તેમને કેટલો ગર્વ છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે પાકિસ્તાન તેમને (ટ્રમ્પ) નો નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે પીએમ મોદીએ પણ ટ્રમ્પને નોમિનેટ કરવા જાેઈએ. ભારતીય નેતા (પીએમ મોદી) ગુસ્સે થયા અને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રમ્પનો ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સાથે કોઈ લેવાદેવા નથી. આ ર્નિણય ભારત અને પાકિસ્તાન વચ્ચે લેવામાં આવ્યો હતો.
