
રતે એડવાઇઝરી કરી જાહેર.બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત ૪ ઘાયલ.બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો : મીડિયા હાઉસ સળગાવી દેવાયા.બાંગ્લાદેશમાં બળવાખોરીના મુખ્ય નેતાઓમાંના એક શરીફ ઓસ્માન હાદીના મૃત્યુથી વિરોધ પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળી છે., જેના કારણે સમગ્ર દેશમાં તણાવ વધ્યો હતો. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ગુરુવારે રાત્રે ઇન્કલાબ મંચના નેતા હાદીના મૃત્યુની પુષ્ટિ કરતા જ દેશના વિવિધ ભાગોમાં હુમલાઓ અને તોડફોડ ફાટી નીકળી હતી.
બાંગ્લાદેશના પત્રકાર ઇમદાદુલ હક મિલનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ મિલન શાલુઆ પ્રેસ ક્લબના પ્રમુખ હતા. હુમલા સમયે, મિલન શાલુઆ બજારમાં એક ચાના સ્ટોલ પર બેઠો હતો અને ચા પી રહ્યો હતો. તે જ સમયે, બે મોટરસાઇકલ પર સવાર ચાર માણસો અચાનક દેખાયા, ગોળીબાર કર્યો અને ઝડપથી ભાગી ગયા.
ચટગામમા ભારતીય સહાયક ઉચ્ચાયોગની બહાર હિંસા ફાટી નીકળતાં બે પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે ચટગામમાં ખુલશી વિસ્તારમાં ભારતીય દૂતાવાસની ઓફિસની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા, તેમણે ઈંટો ફેંકી અને ઓફિસ પરિસરમાં તોડફોડ કરી હતી.
બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયોગે શુક્રવારે એક નોટિસ જાહેર કરીને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો અને ભારતીય વિદ્યાર્થીઓને મુસાફરી ટાળવા પણ અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, ગુરુવારે રાત્રે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, મીડિયા ઓફિસો પર હુમલો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. ૧૨ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વિરોધીઓએ તોડફોડ કરી. અનેક ઇમારતો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી.




