
ટ્રમ્પ જ આ સંઘર્ષની ટાઈમલાઈન નક્કી કરશે: કેરોલિન લેવિટ “યુદ્ધનો અંત માત્ર ટ્રમ્પ જ નક્કી કરશે,” વ્હાઇટ હાઉસનો મોટો દાવો અમેરિકા દ્વારા ઓપરેશન ઈકોનોમિક ફ્યુરી અને નૌસેનાની નાકાબંધી દ્વારા દબાણ યથાવત રાખવામાં આવ્યું છે અમેરિકાએ સાફ કરી દીધું છે કે, પશ્ચિમ એશિયામાં ઈરાન સાથેનો સંઘર્ષ ક્યાં સુધી ચાલશે, તેને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ર્નિણય લેશે. આ બાબતમાં ટ્રમ્પે કોઈ ટાઈમલાઈન નક્કી કરી નથી, પરંતુ સંઘર્ષનો અંત અમેરિકાના રાષ્ટ્રીય હિતો અને ત્યાંના લોકોની ભલાઈના આધારે નક્કી થશે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, વર્તમાન સમયમાં સૈન્ય અને જમીની હુમલાઓ પર સીઝફાયર લાગુ છે, જ્યારે અમેરિકા ઈરાન તરફથી શાંતિ પ્રસ્તાવની રાહ જાેઈ રહ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે બુધવારે વોશિંગ્ટનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન સ્પષ્ટ કર્યું કે, આ સમયે સંઘર્ષ માટે કોઈ નિશ્ચિત ટાઈમલાઈન નથી, કારણ કે જમીની સ્તર પર ઘટનાક્રમ સતત બદલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ આ સંઘર્ષની ટાઈમલાઈન નક્કી કરશે અને તેઓ એવું ત્યારે કરશે, જ્યારે તેમને લાગશે કે આ અમેરિકા અથવા ત્યાંના લોકોની ભલાઈ માટે છે.
વ્હાઇટ હાઉસે તે મીડિયા રિપોર્ટ્સને સદંતર ફગાવી દીધા છે જેમાં ઈરાનને ત્રણથી પાંચ દિવસની સમયમર્યાદા આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. લેવિટે ભાર પૂર્વક કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંઘર્ષ કે હોર્મુઝની નાકાબંધી ખતમ કરવા માટે કોઈ નિશ્ચિત ડેડલાઈન સેટ નથી કરી. તેમણે કહ્યું કે, સમયમર્યાદાને લઈને ચાલી રહેલા તમામ સમાચારો ખોટા છે. રાષ્ટ્રપતિ ત્યારે જ આગામી પગલું ભરશે, જ્યારે તેમને લાગશે કે તે અમેરિકાના શ્રેષ્ઠ હિતમાં છે. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વર્તમાન નૌસેનાની નાકાબંધીથી સંતુષ્ટ છે અને માને છે કે ઈરાન અત્યારે ખૂબ જ નબળી સ્થિતિમાં છે. કાર્ડ અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથમાં છે.
વ્હાઇટ હાઉસે ઈરાન તરફથી આવી રહેલા સંદેશાઓ પર સાવધાની રાખવાની સલાહ આપી છે. લેવિટે કહ્યું કે, ઈરાન જાહેરમાં જે કહે છે અને ખાનગી વાતચીતમાં જે સ્વીકારે છે, તેમાં ઘણો મોટો તફાવત છે. તેમણે ચેતવણી આપી કે ઈરાનના જાહેર નિવેદનોને તેમના અંકિત મૂલ્ય પર ન લેવા જાેઈએ. અમેરિકી ગુપ્તચર એજન્સી અને વાતચીત કરનારી ટીમને ખબર છે કે અસલમાં પડદા પાછળ શું ચાલી રહ્યું છે.



