
ઈરાન સંગ ડીલ અંગે આપ્યું મોટું નિવેદન મોજતબા ખામેનેઇ જીવે છે? માર્કાે રુબિયોએ કર્યાે ખુલાસો ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલામાં સર્વાેચ્ચ નેતા ખામેનેઈનું મૃત્યુ નીપજ્યું હતું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈરાન પર થયેલા અગાઉના હુમલામાં ત્યાંના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના મોતના અહેવાલો વહેતા થયા હતા, જેની પર હવે અમેરિકાએ સ્પષ્ટતા કરી દીધી છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ સત્તાવાર નિવેદન આપતા પુષ્ટિ કરી છે કે, મોજતબા ખામેનેઈ માત્ર જીવિત જ નથી પરંતુ દેશના તમામ મહત્ત્વના સૈન્ય અને વ્યૂહાત્મક ર્નિણયોમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર એક મોટો હુમલો કર્યાે હતો, જેમાં તત્કાલીન સર્વાેચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ હુમલામાં તેમના પરિવારના અન્ય સભ્યો પણ ભોગ બન્યા હતા અને તેમના પુત્ર તેમજ ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ હતા. યુદ્ધ શરૂ થયા બાદથી તેઓ ક્યારેય સાર્વજનિક રૂપે નજરે પડ્યા નથી અને માત્ર લેખિત નિવેદનો જ જાહેર કરતા હોવાથી મીડિયામાં તેમના મોતના સમાચારો વહેતા થયા હતા. જાેકે, હવે અમેરિકન ગુપ્તચર સંકેતોના આધારે વિદેશ મંત્રીએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.શાંતિ વાર્તા અંગે અપડેટ આપતા માર્કાે રુબિયોએ જણાવ્યું કે, અમેરિકા હજુ પણ ઈરાન સાથે શાંતિ કરાર કરવા માટે સકારાત્મક છે. આ સમજૂતી ટૂંક સમયમાં જ થઈ શકે છે, પરંતુ તેના માટે તેહરાને અમેરિકાની કેટલીક કડક શરતો માનવી પડશે:ઈરાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જળમાર્ગને ખુલ્લો કરવો પડશે.આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા વેપારી જહાજાે પરના હુમલા ઈરાને સંપૂર્ણપણે બંધ કરવા પડશે.ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવો પડશે અને યુરેનિયમ સંવર્ધન પર તાત્કાલિક રોક લગાવવી પડશે.અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાે ઈરાન આ શરતોનું પાલન કરશે, તો જ તેને આર્થિક પ્રતિબંધોમાંથી મોટી રાહત આપવામાં આવશે.



