
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશમાં થતાં લોકોના આવા આંદોલનો લોકશાહીને ધબકતી રાખતા હોય છે તો બીજી તરફ આવા આંદોલનો રીટેલ બિઝનેસ કરતા લોકોના ધબકારા વધારી દેતા હોય છે. દિલ્હીમાં ઓક્ટોબર ૨૦૨૬ માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા પ્રતિબંધોને કારણે વેપારીઓને અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૩,૦૦૦ કરોડનું નુકશાન થયું છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા જાહેર કરાયેલી આ આંકડા ચિંતાજનક છે. આંદોલન કરનારા વિવિધ સંગઠનોને આગળ ધરીને વિરોધ ચાલુ રાખીને ચૂંટણી પંચના પગલાંનો વિરોધ કરવાનો તખ્તો ગરમ રાખવા માંગે છે. જોકે તેના કારણે દિલ્હીના વેપારીઓની દિવાળી બગડી છે. જો આ સ્થિતિ દિવાળી સુધી ચાલુ રહેશે તો વેપારીઓને થનારા નુકશાનનો આંકડો રૂપિયા ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી શકે તેવી સંભાવનાઓ છે.
દિલ્હીની આસપાસમાંથી દિવાળીની ખરીદી કરવા આવતા નાના વેપારીઓ ઓક્ટોબરમાં આવતા હોય છે. અને દિલ્હીના જથ્થાબંધ માર્કેટમાંથી તે ખરીદી કરતા હોય છે. ખાસ કરીને દિલ્હીના મુખ્ય બજારો ચાંદની ચોક, સદરબજાર, કોનોટ પ્લેસ, ખાન માર્કેટ, ચાવડી બજાર વગેરે છે. દિલ્હીમાં ચૂંટણી પંચ વિરોધી આંદોલનોના કારણે પોલીસે ગોઠવેલા બેરીકેડ્સ તેમજ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો બંધ કરવા તેમજ ડાયવર્ઝનના કારણે બહારથી આવતા ખરીદનારા દિલ્હી આવવાનું ટાળે છે.
તો વળી કેટલાક કિસ્સા એવા પણ બન્યા છે કે દિલ્હીમાં ખરીદી માટે આવેલા વેપારીઓને આંદોલનમાં ભાગ લેવા આવનાર ગણીને પકડી લેવામાં આવ્યા હતા. ઉપરાંત બહારથી ખરીદી માટે આવતા લોકોની સલામતીને પણ બહુ મોટો પ્રશ્ન ઉભો થયો હોઈ લોકો દિલ્હી આવવાનું ટાળે છે. જેની સીધી અસર દિલ્હીના વેપાર પર થાય છે. દિલ્હીના વેપારી સંગઠનોએ કોંગ્રેસના રાહુલ ગાંધીને કહ્યુ હતું કે ૧૦ નવેમ્બર સુધી રેલી ટાળો જેથી અમારી દિવાળીની ઘરાકીને ફટકો ના પડે તે પર પણ નજર રાખવી જોઈએ. આમ અત્યારે તો દિલ્હીના વેપારીઓ ૧લી નવેમ્બરની રેલીને કારણે ઉચાટ છે.




