
ગઈકાલે પોલીસે કરી હતી અટકાયત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી બાદ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મુક્ત સીજેપીના અભિજીત દીપકે અને તેના સાથીઓ વિરુદ્ધ કોઈ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન માટે પહોંચેલા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની શનિવારે વિમાનની અંદરથી અટકાયત કરવામાં આવી હતી. કાર્યકારી મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યાં બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે. એક દિવસ બાદ દિલ્હી પોલીસે તેના વિશે જાણકારી આપતા કહ્યું હતું કે તેને નિવારક અટકાયતમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે સીજેપીના ત્રણેય નેતાને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે Preventive Arrest કોઈ દંડાત્મક કાર્યવાહી નથી પરંતુ ગુનાની આશંકાથી કસ્ટડીમાં લેવામાં આવે છે. સંભવિત અપરાધ ટાળવા માટે આ પ્રકારની કાર્યવાહી થાય છે. અભિજીત દીપકે અને તેના સાથીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
સીજેપીના નેતાઓને શરત સાથે મુક્ત કરવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટે તેમને તે શરત સાથે છોડ્યા છે કે દીપકે-દાસ અને રાંકા ત્રણેય એક વર્ષ સુધી શાંતિ ભંગ કરશે નહીં.આ શરતનો સ્વીકાર કર્યાં બાદ ત્રણેયને છોડવામાં આવ્યા છે.
આ વચ્ચે સીજેપી નેતા અજિંક્ય શિંદે હવે વિરોધ પ્રદર્શનની કમાન સંભાળી રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે છાત્રો, નાગરિક સમાજના સભ્યો અને રાજકીય સહ્તિઓ સહિત ૧૫ હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી અને તેની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. શિંદેએ દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત વિશે પણ સવાલ ઉઠાવ્યો હતો.
કોકરોચ જનતા પાર્ટીએ પોસ્ટ કરતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની છોડવા વિશે જામકારી આપી છે. તેમણે પોસ્ટ કરતા લખ્યું- ‘કોકરોચ ક્યારેય મરતા નથી.‘
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન મહિલા પ્રેસ કોર્પ્સ સહિત ચાર પત્રકાર સંગઠનોએ પ્રદર્શનનું રિપોર્ટિંગ કરી રહેલા ઘણા પત્રકારોની અટકાયત કરવા અને તેને પરેશાન કરવાની નિંદા કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ સંગઠનોએ કહ્યું કે પોલીસે ઘણા પત્રકારો દ્વારા તેના પ્રેસ ઓળખ પત્ર દેખાડવા છતાં અટકાયત કરી અને કેટલાક પત્રકારોના ફોન તથા ઉપકરણ જપ્ત કર્યાં. આ નિવેદન પીસીઆઈ,IWPC, દિલ્હી યુનિયન ઓફ જર્નલિટ્સ અને કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના દિલ્હી એકમે જારી કર્યું છે.




