
રાજામૌલીની ‘વારાણસી’ ફિલ્મનો વ્યાપ વધ્યો ‘વારાણસી’નું કદ ‘RRR’ કરતાં પાંચથી છ ગણું મોટું હશે : એસ.એસ. રાજામૌલી મહેશ બાબુની આ ફિલ્મનું શૂટિંગ ૨૭૫ દિવસમાં પૂર્ણ, આગામી ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ રિલીઝ થશે દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ પોતાની આગામી ફિલ્મ ‘વારાણસી’ના વ્યાપ વિશે મહત્ત્વનો ખુલાસો કર્યાે છે. મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે તેવી આ એક્શન-એડવેન્ચર ફિલ્મનું કદ તેમની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ કરતાં પાંચથી છ ગણું મોટું હોવાની અપેક્ષા છે. તેમ છતાં, વિસ્તૃત આયોજન અને તૈયારીને કારણે ફિલ્મનું શૂટિંગ અગાઉની ફિલ્મ કરતાં ઓછા સમયમાં પૂરું કરવામાં આવ્યું છે. ‘વારાણસી’ ૭ એપ્રિલ, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.બ્રાઝિલમાં યોજાયેલા ૫૦મા સાઓ પાઉલો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક વાતચીતમાં રાજામૌલીએ ફિલ્મનાં વ્યાપ અને શૂટિંગ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ‘RRR’નું શૂટિંગ પૂરું કરવામાં ૩૧૫ દિવસ લાગ્યા હતા, જ્યારે ‘વારાણસી’નું શૂટિંગ ૨૭૫ દિવસમાં પૂરું થયું છે. આમ, ફિલ્મનો વ્યાપ મોટો હોવા છતાં ૪૦ દિવસની બચત થઈ છે. રાજામૌલીએ કહ્યું કે બાળપણથી જ આપણે પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને નાયકોની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. ‘વારાણસી’ માટે તેમણે અગાઉ કરતાં વધુ આયોજન અને અભ્યાસ કર્યાં હતાં, જેથી શૂટિંગ શરૂ કરતી વખતે તેઓ દરેક બાબતમાં વધુ સારી તૈયારી સાથે આગળ વધી શકે.આ એક ટાઇમ ટ્રાવેલ આધારીત ફિલ્મ છે, જેમાં શંભવી નામનો વિશાળ એસ્ટરોઇડ વારાણસી શહેર માટે જાેખમ ઊભું કરે છે. આ સંકટને ટાળવા માટે રુદ્ર (મહેષ બાબુ) નામના સાહસિક પુરાતત્ત્વવિદ્ અને સંશોધકને એક પ્રાચીન બ્રહ્માંડીય કલાકૃતિ શોધવાનું જાેખમી મિશન સોંપવામાં આવે છે. આ અભિયાનમાં તેને ર્નિભય ઇતિહાસકાર અને નિશાનબાજ મંદાકિની(પ્રિયંકા ચોપરા)નો સાથ મળે છે. મિશન દરમિયાન બંને આળિકાનાં જંગલો, એન્ટાર્કટિકાના બરફીલા વિસ્તારો અને યુરોપનાં વિવિધ સ્થળોએ પહોંચે છે. આ દરમિયાન તેમને અદ્યતન ટેન્કોલોજીથી સજ્જ વિલન કુંભા(પૃથ્વી સુકુમારન)નો સામનો કરવો પડે છે. ફિલ્મમાં મોટા પાયે વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અનેક તબક્કામાં શૂટિંગ હાથ ધરાયું છે. શરૂઆતમાં ફિલ્મનું નિર્માણ ઑક્ટોબર ૨૦૨૬ સુધીમાં પૂરું થવાની અપેક્ષા હતી. તાજેતરમાં અમેરિકાની એક યુનિવર્સિટીમાં યોજાયેલી વાતચીત દરમિયાન રાજામૌલીએ ‘વારાણસી’માં મહેશ બાબુના અભિનયની પ્રશંસા પણ કરી હતી. ફિલ્મના નિર્માતાઓએ પૃથ્વીરાજ સુકુમારનના ૪૪મા જન્મદિવસ નિમિત્તે સેટ પરથી પડદા પાછળની કેટલીક તસવીરો પણ જાહેર કરી હતી.




