
સીતામાતા સાઈ પલ્લવી હવે IPS અધિકારી બનશે ધનુષની નવી ફિલ્મમાં સાઈ પલ્લવી ભજવશે પોલીસ અધિકારીની ભૂમિકા ‘ઓમ: ચેપ્ટર વન’માં નિત્યા રેડ્ડીના પાત્રમાં જાેવા મળશે સાઈ પલ્લવી, ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલીઝ થશે ‘રામાયણ’ ફિલ્મમાં સીતામાતા તરીકે કાસ્ટિંગને કારમે ભારે વિવાદમાં આવેલી સાઇ પલ્લવી ધનુષની નવી ફિલ્મ ઓમ:ચેપ્ટર વનમાં આઇપીએસ અધિકારી તરીકે દેખાશે. ‘ઓમ ‘ફિલ્મ અગાઉ ૧૬ ઓક્ટોબરે રિલિઝ થવાની હતી પણ સુપરસ્ટાર રજનીકાન્તની ‘જેલર ટ’ુ સાથે ટક્કર ટાળવા તેને ૨૦ નવેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત ધનુષે કરી હતી.ઉલ્લેખનીય છે કે સાઈ પલ્લવી સીતા માતાના રોલમાં યોગ્ય છે કે નહીં તે અંગે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા છેડાઈ છે. આ મુદ્દે નેટ યૂઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.ફિલ્મ ‘ઓમ‘માં સાઇ પલ્લવીએ આંધ્રની લેડી પોલીસ ઓફિસર નિત્યા રેડ્ડી તરીકે ભૂમિકા ભજવી છે. જે ઓપરેશન ઓમની કામગીરી સંભાળે છે. જ્યારે ધનુષ ચંદનના લાકડાં ગેરકાયદે કાપતો કઠિયારાની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ધનુષ અને સાઇ પલ્લવીની સાથે મમ્મુટી, શ્રીલીલા અને નસીરુદ્દીન શાહ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મનું શૂટિંગ મલેશિયામાં કરવામાં આવ્યું છે.ધનુષે ફિલ્મની નવી તારીખ જાહેર કરી ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીમાં સુરિયાની ફિલ્મ રજૂ થતી હોઇ અમે આ દિવસોમાં ફિલ્મ રીલિઝ કરીશું નહીં. આ ફિલ્મમાં સાઉથના બે સુપરસ્ટાર્સ ધનુષ અને મમ્મુટી પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે.




