
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજીયા ઉડી રહ્યા છે છતાં શાસકો ગુજરાતને દારૂ અને ડ્રગ્સ મુક્ત કરવાના બણગાં ફૂંકતા થાકતા નથી. ત્યારે ભાજપના જ મહિલા અગ્રણી અને ઓલપાડ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના મહિલા અધ્યક્ષ નિરીક્ષાબેન અતુલ રાઠોડના પુત્રએ દારૂ પીને મિત્ર સાથે બેફામ કારની રેસ લગાવતા ૧૫ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારતા પોલીસે જેલ ભેગો કરતાં ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. મળતી વિગતો અનુસાર પાલનપુર પાટિયા વિસ્તારમાં પ્રાઇમ આર્કેડથી પાલનપુર પાટિયા જવાના રસ્તા પર અકસ્માત કરનાર કારચાલક યશ અતુલ રાઠોડે પોતાના મિત્ર સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ બંને મિત્રો એ જાણે કે રેસ લગાવી હોય એ રીતે બેફામ કારો હંકારતા પાલનપુર પાટીયા જેવા ટ્રાફીક થી ભરચક વિસ્તાર માં મોડી રાત્રે ૧૫ જેટલા વાહનો ને જોરદાર ટક્કર મારતા અનેક ગાડીઓ ને નુકશાન પહોંચ્યું હતું, જેમાં સદનસીબે કોઈ જાનહાની નહિ થતાં લોકોએ ભગવાનનો પાડ માન્યો હતો.
આ યશ અતુલ રાઠોડ ની માતા નિરીક્ષા અતુલ રાઠોડ ઓલપાડ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ છે તો એના પિતા સહિત નો આખો પરિવાર તાલુકા પંચાયત ની બાજુમાં તળાવના ઓવારા પાસે હળપતિ વાસ માં દેશી/ઇંગ્લીશ દારૂ નો ધંધો ધમધોકાર કરી રહ્યો છે. એટલું જ નહિ આ અકસ્માત કરનાર યશ રાત્રી ના સમયે બુલેટ માં કાનફાડી નાંખે એવા સાયલેન્સર લગાવી ને મોડી રાત્રે ગામમાં આંટાફેરા મારી લોકોની ઊંઘ ઉડાડી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ઓલપાડ પોલીસ યશ રાઠોડના કરતૂતો ની સાથે સાથે ચાલતા તળાવના ઓવારા પાસેના દેશી/ઇંગ્લીશ દારૂ ના અડ્ડાઓથી પણ અજાણ છે? એક બાજુ રાજ્ય માં સરકાર ના નાયબ
મુખ્યમંત્રી ફાંકા ફોજદારી કરી દારૂના દૈત્ય અને ડ્રગ્સ ના દૂષણ થી ગુજરાત ને મુક્ત કરવાની વાતો કરે છે ત્યારે એમની જ પાર્ટીના સામાજિક ન્યાય સમિતિના મહિલા અધ્યક્ષ નો પરિવાર દેશી/ઇંગ્લીશ નો વેપાર કરે ને પુત્ર દારૂના નશામાં છાકટો બની ને ૧૫ જેટલા વાહનો ને ટક્કર મારી નુકશાન પહોંચાડે છે ત્યારે સામાજિક ન્યાય ની વાતનો તો છેદ જ ઉડી જાય છે.




