
નેતન્યાહૂના આરોપોથી કતાર નારાજ ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપો ફગાવી કતારે ઈઝરાયેલને આપ્યો જવાબ કતારે કહ્યું, પોતાની રાજકીય નિષ્ફળતાઓ છુપાવવા અમને નિશાન બનાવવાનું બંધ કરો, તમામ આરોપો પાયાવિહોણા છે
ઈઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીના અંતિમ પરિણામો હજુ સુધી આવ્યા નથી. તેમજ હજુ સુધી કોઇ પક્ષને બહુમતી નથી મળી. ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કતાર પર ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ કરવા સહિતના આરોપ લગાવ્યા હતા. જેને કતારના વિદેશ મંત્રાલયે નકારી કાઢયા છે. તેમજ ક્હ્યું કે હારના લીધે અમને ટાર્ગેટ ના કરો. કતારના પ્રવક્તા માજેદ અલ-અન્સારીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, કેટલાક ઈઝરાયેલી રાજકારણીઓ અને મીડિયા સંસ્થાઓ જાણીજાેઈને કતાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહી છે. તેમજ કતારે ઇઝરાયેલી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કર્યાે હતો અથવા પરિણામોને પ્રભાવિત કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું તેવા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઇઝરાયેલના કેટલાક રાજકારણીઓ અને મીડિયાનો એક વર્ગ જાણી જાેઈને કતાર વિરુદ્ધ બદનક્ષી અભિયાન ચલાવી રહ્યા છે. જેનો હેતુ તાજેતરની ચૂંટણીઓ બાદ કતારને ઇઝરાયેલના આંતરિક રાજકીય વિવાદોમાં ખેંચી લાવવાનો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, જાે વિવિધ દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, જેમાં બેન્જામિન નેતન્યાહુને ‘ખરીદી’ લેવા, ઇઝરાયેલી ડાબેરીઓને પ્રભાવિત કરવા અને તાજેતરમાં ‘અરબ મતો’ને પોતાની તરફ વાળવા જેવા દાવાઓનો સમાવેશ થાય છે. તો એવું લાગે કે જાણે સમગ્ર ઇઝરાયેલ રાજ્ય કતારના નિયંત્રણ હેઠળ હોય.કતારે જણાવ્યું છે કે ઇઝરાયેલી ચૂંટણી પ્રચારમાં વારંવાર તેનું નામ લેવામાં આવે છે, જે અમુક નેતાઓની કતાર પ્રત્યેની અતિશય ગ્રસ્તતા દર્શાવે છે. તેમજ પોતાની રાજકીય નિષ્ફળતાઓને છુપાવવા માટે કતારનો ઉપયોગ ના થવો જાેઇએ. તેમજ અન્ય લોકો પર આક્ષેપો કરવાને બદલે, આવા નેતાઓએ પોતાના મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ સામાન્ય જનતાનું જીવન સુધારવું જાેઈએ અને પ્રદેશમાં થયેલા નુકસાનને નિવારવા માટે કામ કરવું જાેઈએ.




