
દિલજીતના નિવેદનથી CJP સાથે વિવાદ વકર્યાે ‘પંજાબીઓને લડાઈ ન શીખવાડો’, સિંગર દિલજીતના નિવેદનથી ચર્ચા અભિજીત દીપકેએ જૂના નિવેદનથી દુ:ખ વ્યક્ત કર્યું, છતાં ગાયક પ્રત્યે પ્રેમ અને આદર જાળવ્યો પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. દિલ્હીમાં આયોજિત તેના ‘ઓરા ઇન્ડિયા ટૂર ૨૦૨૬’ના કોન્સર્ટ દરમિયાન તેણે સીજેપીના વિરોધ પ્રદર્શન અને ફિલ્મ ‘સતલુજ’ને લઈને થયેલી ટીકા પર મૌન તોડયું હતું. દિલજીતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પંજાબીઓને લડાઈ લડવાનું શીખવવાની જરૃર નથી. તેના નિવેદન બાદ સીજેપીના નેતા અભિજીત દિપકેએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. દિલજીતે કોન્સર્ટ દરમિયાન કહ્યું કે, ‘હું એક કલાકાર છું, મને શાંત રહેવા દો. હું તમને બધાને પ્રેમ કરું છું અને તમારું સમર્થન કરું છું, પરંતુ પંજાબીઓને લડાઈ લડવાનું ન શીખવાડો.’ તેણે ફિલ્મ ‘સતલુજ’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે ફિલ્મની સ્ટેજ પર મજાક ઉડાવવામાં આવી રહી છે, તે માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે અને આ ફિલ્મ બનાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવામાં આવ્યો હતો. દિલજીતે ઉમેર્યું કે કોઈ તેને નફરત કરે તો પણ તે સૌને પ્રેમ કરે છે. આ વિવાદની શરૃઆત જૂન મહિનામાં સીજેપી દ્વારા દિલ્હીના જંતરમંતર ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી થઈ હતી. નીટ પેપર લીક અને પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે ચાલી રહેલા આ આંદોલન અંગે દિલજીતને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે પોતે કલાકાર હોવાનું જણાવી રાજકીય મુદ્દાથી દૂર રહેવાની વાત કરી હતી. તેના આ નિવેદનથી કેટલાક પ્રદર્શનકારીઓ નારાજ થયા હતા. દિલજીતના નિવેદન બાદ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર ગાયકને સંબોધીને લાંબી પોસ્ટ લખી હતી. તેણે સ્વીકાર્યું કે જૂનમાં દિલજીતની એક વાતથી તેને દુ:ખ થયું હતું, પરંતુ તેની નારાજગી વ્યક્તિગત નહોતી. દિપકેએ લખ્યું કે તે દિલજીતને હંમેશાં એવા વ્યક્તિ તરીકે જાેતો આવ્યો છે, જે કોઈ મુદ્દા માટે અવાજ ઉઠાવે છે. તેણે સ્પષ્ટ કર્યું કે એક નિવેદનથી દિલજીત પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર ઓછો થયો નથી. દીપકેએ દિલજીતની પ્રશંસા કરતાં તેની હિંમત, નિખાલસતા અને પોતાની મૂળ ઓળખ સાથે જાેડાયેલા રહીને ભારતીય સંગીતને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાની ક્ષમતાનો ઉલ્લેખ કર્યાે હતો. તેણે જણાવ્યું કે તે દિલજીતના સંગીતનો ચાહક છે અને આ વર્ષે મે મહિનામાં ભારત પરત ફરતાં પહેલાં શિકાગોમાં તેના કોન્સર્ટમાં પણ હાજર રહ્યો હતો. દીપકેએ લખ્યું કે દિલજીત પ્રત્યેનો આદર હોવાથી જ જૂનનું નિવેદન તેને વધુ દુ:ખદ લાગ્યું હતું. પોતાની પોસ્ટના અંતે અભિજીત દીપકેએ દિલજીતને મામલો ભૂલી જવા વિનંતી કરતાં લખ્યું, ‘બાકી પાજી, નાનો ભાઈ સમજીને માટી નાખજાે.’ તેણે દિલજીતના જ ગીતની પંક્તિનો ઉલ્લેખ કરીને સંદેશ પૂરો કર્યાે હતો. બીજી તરફ, દિલ્હીના કોન્સર્ટમાં દિલજીતે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યાે હતો અને કહ્યું હતું કે જે થયું તે ખોટું હતું તથા સત્તાધિશોએ વિદ્યાર્થીઓની માગણીઓ પર ધ્યાન આપવું જાેઈએ.




