
ઇબ્રાહિમે જ પલકને છોડી દીધી હોવાની ચર્ચા પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનનું ૩ વર્ષનાં ડેટિંગ બાદ બ્રેક અપ બંને સાથે ફોટોશૂટ કરવાનાં હતાં તે કેન્સલ થયું : ગયા મહિને જ બંને રણથંભોર સાથે ફરવા ગયાં હતાં
સૈફ અલી ખાન અને અમૃતાસિંહના પુત્ર ઇબ્રાહિમે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સાથે ત્રણ વર્ષ ડેટિંગ કર્યા બાદ બ્રેક અપ કરી નાંખ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, ઇબ્રાહિમ કે પલકે આ મામલે કશો ફોડ પાડયો નથી. પરંતુ, ચર્ચા એવી છે કે ઈબ્રાહિમે જ બ્રેક અપનો ર્નિણય કર્યાે છે.પચ્ચીસ વર્ષનો ઇબ્રાહિમ અલી ખાન અને ૨૬ વર્ષની પલક તિવારી ત્રણ વર્ષથી એકમેકને ડેટ કરતાં હતા. આ મહિનાની શરૂઆતમાં જ તેઓ બંને રણથંભોરમાં ટાઇગર સફારીની મોજ માણવા સાથે ગયા હતા. અચાનક બ્રેક અપ થયું છે પણ બંનેમાંથી કોઇ આ મામલે ફોડ પાડીને વાત કરતાં નથી તેનું કારણ એવું છે કે ઇબ્રાહિમનો એક સેલેબ ટોક શો આવી રહ્યો છે. ઇબ્રાહિમના અપિયરન્સ પર બ્રેક અપના સમાચારની કોઇ પ્રતિકૂળ અસર ન પડે તે માટે હાલ બંને જણાં ચૂપ હોવાનું મનાય છે. એક ચર્ચા મુજબ પલક અને ઈબ્રાહિમ સાથે એક ફોટોશૂટ કરવાનાં હતાં તે હવે કેન્સલ કરી દેવામાં આવ્યું છે.૨૦૨૨માં મુંબઇમાં એક રેસ્ટોરાંમાંથી નીકળીને પલક ઇબ્રાહિમની કારમાં તેની સાથે બેસીને રવાના થઇ તે ઘટના કેમેરામાં ક્લિક થતાં જ તેમની વચ્ચે ડેટિંગ થઇ રહ્યું હોવાની વાત બહાર આવી હતી. એ પછી બંને અવારનવાર જાહેરમાં સાથે જાેવા મળ્યા હતા.




