
ખલનાયક રિટર્ન્સમાં સલમાનની એન્ટ્રીની ચર્ચા સંજય દત્ત સામે પોલીસ બનીને ઉતરશે સલમાન ખાન? ફિલ્મને લઈને અત્યારે કોઈ વાત કરવી એ ઉતાવળ થશે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે : ડાયરેક્ટર
વર્ષ ૧૯૯૩માં રિલીઝ થયેલી સુભાષ ઘાઈની ફિલ્મ ‘ખલનાયક’ ની સિક્વલ ફિલ્મ અંગે ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને લઈ સુભાષ ઘાઈને કેટલાક ફેન્સે સવાલ પણ કર્યા છે. પ્રોજેક્ટ બરોબર રહ્યો તો આવનારા દિવસોમાં આ ફિલ્મની સિક્વલ જાેવા મળશે. સંજય દત્ત એક નવા લૂકમાં દેખાશે. આ ફિલ્મને લઈ વાવડ હવે એવા પણ છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન પણ જાેવા મળશે. સલમાન ખાન આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરી શકે છે. સમગ્ર ફિલ્મ પ્રોજેક્ટને લઈ સુભાષ ઘાઈએ પોતાની રાઈટિંગ ટીમ સાથે મળીને સલમાન ખાનનો એક સ્પશ્યલ રોલ તૈયાર કરવા માટે કામ કરવા તૈયાર દર્શાવી છે. ડાયરેક્ટર સુભાષ ઘાઈ પોતે પણ આ રોલને લઈને કામ કરી રહ્યા છે. સુત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, સલમાન ખાનનું પાત્ર એક એવા પોલીસ ઓફિસરનું રહી શકે છે જે સંજય દત્તના પાત્રના લેવલનું હોય અને અન્ય રીતે આ લીડ રોલને સપોર્ટ કરતું હોય. સલમાનનો રોલ ફિલ્મની સ્ટોરીને સીધી રીતે અસર કરી શકે. ‘ખલનાયક’ એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ હતી. નવી ફિલ્મમાં કોઈ થીમ બદલવામાં આવી શકે છે. ફિલ્મના કાસ્ટિંગ અંગે હજુ ખાસ કોઈ વિગત સામે આવી નથી. પણ નવા ચહેરાઓને ડાયરેક્ટર કોઈ મોટી તક આપી શકે છે.હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ બની રહી હોવાના વાવડ મળી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન હશે કે નહીં એ પણ હજુ સુધી ફાઈનલ નથી. સ્ક્રિપ્ટ સ્ટેજ પૂરો થાય પછી જ કાસ્ટિંગ અંગે ફાઈનલ લીસ્ટ તૈયાર થશે. આ માહોલ વચ્ચે સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ સ્ક્રિનપ્લે પણ તૈયાર થશે. આ પછી મેકર્સ કાસ્ટિંગ અંગનો કોઈ ર્નિણય લેશે. ડાયરેક્ટરે ઉમેર્યું હતું કે, ફિલ્મને લઈને અત્યારે કોઈ વાત કરવી એ ઉતાવળ થશે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ સ્ક્રિન પ્લે લખાશે. આ પછી અમને ખ્યાલ આવશે કે, આપણે ક્યાં છીએ. સલમાન ખાન આ ફિલ્મના પ્રોજેક્ટમાં જાેડાશે તો એવું બીજીવાર બનશે કે, સલમાન ખાન સુભાષ ઘાઈ સાથે કામ કરશે. આ પહેલા વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં તે સુભાષ ઘાઈ સાથે કામ કરી ચૂક્યો છે. જ્યારે સલમાન ખાન સાથે સંજુ બાબાની ફિલ્મ ‘ચલ મેરે ભાઈ’ પણ અગાઉ આવી હતી. એક લાંબા બ્રેક બાદ હવે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ‘ પણ તૈયાર થઈ ગઈ છે. જે આવનારા દિવસોમાં થિયેટર્સમાં આવી શકે છે. મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. ફિલ્મ મેકર અપૂર્વા લાખિયાએ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પર આધારિત છે.




