Fashion News: આપણાં વોર્ડરોબમાં અનેક કુર્તીઓ એવી હોય છે જે આપણને જૂની થવાને કારણે ગમતી હોતી નથી. ઘણી કુર્તીઓ તો એવી હોય છે જે આપણે માત્ર એક કે બે વાર જ પહેરી હોય. આ કુર્તીઓ આપણને કોઇને આપી દેવાનો તેમજ ફેંકવાનો જીવ ચાલતો હોતો નથી. આમ, આજે અમે તમને કેટલાક એવા આઇડિયા આપીશું જેની મદદથી તમે જૂની કુર્તીને મસ્ત નવો લુક આપી શકો છો. તમારી જૂની કુર્તીને તમે રિયુઝ કરી શકો છો. તો જાણો આ ફેશન હેક્સ વિશે તમે પણ..
લહેંગાની ચોલી
તમારી પાસે હેવી કુર્તી છે તો તમે ટોપને કુર્તીથી અલગ કરાવીને લહેંગાની સાથે ડિઝાનઝર ચોલી બનાવી શકો છો. આ ચોલીને તમે સાડીની સાથે પણ કેરી કરી શકો છો. આ ટાઇપની કુર્તી સાથે તમે મિક્સ એન્ડ મેચ કરો છો તો બહુ મસ્ત લાગે છે.
ફ્લોર લેન્થ ડ્રેસ
તમારી પાસે લોન્ગ અનારકલી કુર્તી છે તો તમે ફ્લોરલ લેન્થ ડ્રેસ તૈયાર કરી શકો છો. આ માટે તમે કુર્તીમાં કેન તેમજ હેવી લાઇનિંગ કરાવો છો તો બહુ મસ્ત લાગે છે. આ ટાઇપની કુર્તીમાં તમારું વજન ઓછુ લાગે છે અને સાથે ઘેર મસ્ત લાગે છે.
સ્કર્ટ
તમારી પાસે લોન્ગ અનારકલી કુર્તી છે તો તમે ડિઝાઇનર સ્કર્ટ તૈયાર કરાવી શકો છો. આ સ્કર્ટમાં તમારે અસ્તર લગાવવાનું રહેશે. આ સાથે જ સ્કર્ટની સાથે કુર્તી અને દુપટ્ટો કેરી કરો છો તો બહુ મસ્ત લાગે છે. આ કુર્તી તમને એક અલગ જ લુક આપે છે.
શોર્ટ પેપલમ ટોપ
તમારા કબાટમાં નવી-નવી કુર્તી પડી છે અને તમને ગમતી નથી તો તમે શોર્ટ પેપલપ ટોપ સિવડાવી શકો છો. આ ટોપ તમે સ્કર્ટ, લહેંગા તેમજ કોઇ પણ પ્રકારની સાડી સાથે મેચ કરીને પહેરી શકો છો. આ ટાઇપના ટોપ તમારા લુકમાં ચાર ચાંદ લગાવે છે. આ ટોપમાં તમારા ફોટા પણ મસ્ત આવે છે. આ ટોપ સિવડાવવા માટે તમારે વઘારે સિલાઇ આપવાની રહેતી નથી.