
ધરપકડ પર રોક લગાવી અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા
અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે.
જાણકારી અનુસાર, રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને શંકરાચાર્ય વિરુદ્ધ તત્કાળ કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ તપાસમાં સહયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરીને ધરપકડ કરી શકશે નહીં. જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિન્હાએ ચુકાદો આપ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમ્યાન વકીલોથી આખી કોર્ટ ખચાખચ ભરી હતી. ઝૂંસી પોલીસ સ્ટેશનના વડા પણ કોર્ટમાં હાજર હતા. શંકરાચાર્યે કહ્યું કે, કોર્ટ સમજી રહી છે કે આ કેસને ફાલતૂ બનાવવામાં આવ્યો છે. અમે અમારી વાતને કોર્ટમાં રજૂ કરી. ન્યાયાધીશને જે સાચું લાગ્યું તે ર્નિણય આપશે.
શંકરાચાર્યની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે સવાલ કર્યો કે પહેલા સેશન કોર્ટ કેમ ન ગયા, અમારે અરજી પર સુનાવણી કેમ કરવી જાેઈએ.
રાજ્ય સરકારના વકીલોએ જામીનનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, શંકરાચાર્ય ખૂબ જ પાવરફુલ છે. જામીન મળી ગયા તો કેસને પ્રભાવિત કરશે. હાઈકોર્ટે પોલીસને પૂછ્યું- પીડિત બાળકો ક્યાં છે. શંકરાચાર્યના વકીલે કહ્યું કે, એક પીડિતને મજિસ્ટ્રેટ સામે હાજર કર્યા, બીજાને કેમ નહીં. તેના પર આશુતોષ મહારાજના વકીલે કહ્યું કે, તેની પરીક્ષા ચાલી રહી હતી.




