Gujarat News: સહકારી સંસ્થાઓને વધુ વૃધ્ધિ માટે પ્રોત્સાહિત કરવા અને પાયાના સ્તરની સહકારી સંસ્થાઓમાં સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળની “રાષ્ટ્રીય સહકરી વિકાસ નિગમ(NCDC)”, ગાંધીનગર દ્વારા વર્ષ 2023 માટે પ્રાથમિક કૃષિ ધિરાણ, દુધ, ખાંડ અને મહિલા સહકારી મંડળીઓને સહકારી શ્રેષ્ઠતા અને ગુણવત્તા માટેના પ્રાદેશિક પુરસ્કાર તા. 12 મી માર્ચ, 2024 ના રોજ એનાયત કરવામાં આવ્યા.
ગુજરાતની શ્રેષ્ઠ પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી (PACS):
શ્રેષ્ઠતા પુરસ્કાર-
ગલોડિયા ગામની સેવા સહકારી મંડળી લિમિટેડ, તાલુકો:ખેડબ્રહ્મા, જિલ્લો:સાબરકાંઠા.
મેરિટ એવોર્ડ-
ખાલિકપુર ગ્રુપ સેવા સહકારી મંડળી લિ., મુ. ખાલિકપુર, તાલુકો:મોડાસા, જિલ્લો:અરવલ્લી.
ગુજરાતની શ્રેષ્ઠ મહિલા સહકારી મંડળી
શ્રેષ્ઠતા પુરસ્કાર-
શ્રી ગુજરાત મહિલા લોક સ્વાસ્થ્ય સેવા સહકારી મંડળી લિ., અમરાઈવાડી, જિ. અમદાવાદ.
મેરિટ એવોર્ડ-
લુનાલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, મુ. લુનાલ, તાલુકા-થરાદ, જિ.બનાસકાંઠા.
ગુજરાતના ખાંડ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રાથમિક સહકારી મંડળી:
શ્રેષ્ઠતા પુરસ્કાર –
શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ, મુ. ધારીખેડા, તાલુકો: નાંદોદ, જિલ્લો. નર્મદા.
મેરિટ એવોર્ડ-
શ્રી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., મુ.કામરેજ, તાલુકો: કામરેજ, જિલ્લો: સુરત.
ગુજરાતના દુધ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રાથમિક સહકારી મંડળી:
શ્રેષ્ઠતા પુરસ્કાર-
વૌવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, મુ. વૌવા, તાલુકા: સાતલપુર, જિલ્લો: પાટણ.
મેરિટ એવોર્ડ-
સાગરોસણા દૂધ ઉત્પડક સહકારી મંડળી લિમિટેડ, મુ. સાગરોસણા, તાલુકા: પાલનપુર, જિલ્લો: બનાસકાઠા.
આ સમારોહના મુખ્ય મહેમાન શ્રી દિનેશ સુથાર, ચીફ એક્ઝિક્યુટિવ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ના હસ્તે ઉપરોક્ત મંડળીઓને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ(NCDC), ગાંધીનગર દ્વારા તા.12.03.2024ના રોજ બેન્ક્વેટ હોલ-ગ્રીન એપલ રેસ્ટોરન્ટ, સેક્ટર:16, ગાંધીનગર ખાતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જેમાં સહકારી શ્રેષ્ઠતા 2023 માટે ₹. 25,000/- ની રકમ, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ, જ્યારે NCDC પ્રાદેશિક પુરસ્કારો ફોર મેરિટ 2023 માટે 20,000/- ની રકમ, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા.
આ પ્રસંગે શ્રી જીતેન્દ્ર આર. ઠક્કર, I/C મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા.
શ્રી સંજય કુમાર, પ્રાદેશિક નિયામક, એનસીડીસીએ તેમના પ્રારંભિક વક્તવ્યમાં એવોર્ડ સમારોહના તમામ મહેમાનો અને સહભાગીઓને આવકાર્યા તેમજ પ્રાદેશિક પુરસ્કાર માટે પસંદગીના માપદંડો પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો. તેમને સહકારી સંસ્થાઓને એનસીડીસીની વિવિધ યોજનાઓની જાણકારી પૂરી પાડી આ યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી.
સમારંભના મુખ્ય અતિથિ શ્રી દિનેશ સુથાર, ચીફ એક્ઝિક્યુટિવ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GUJCOMASOL) તરફથી સહકારી મંડળીઓ માટે એવોર્ડ સમારોહનું આયોજન કરવા બદલ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ(NCDC)ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેતપેદાશોના મૂલ્યવર્ધન તેમજ પ્રાકૃતિક ખેતીનું કૃષિ ક્ષેત્રમાં મહત્ત્વ સમજાવી મંડળીના સભ્યોને પ્રોત્સાહિત કર્યા અને ગુજકોમાસોલ દ્વારા સહકારી ઉત્પાદનોના માર્કેટીંગ માટેની માહિતી પુરા પાડી.
સમારોહના અંતમાં શ્રી રોહિત ખત્રી, વરિષ્ઠ સહાયક, એનસીડીસી દ્વારા આભારવિધિ કરવામાં આવી.