Astrology News: વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરને લઈને એક ખાસ વાત જણાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં એવા ત્રણ દેવી-દેવતાની મૂર્તિ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરના મંદિરમાં સ્થાપિત કરી પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. ભગવાનની આ ત્રણ મૂર્તિ ઘરના મંદિરમાં સ્થાપિત હોય તો આર્થિક સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.
જો વ્યક્તિ અથાગ પ્રયત્ન કરે તેમ છતાં તેને મહેનત અનુસાર ફળ મળતું ન હોય અને જીવનમાં આર્થિક, સામાજિક અને પારિવારિક સમસ્યાઓ સતત વધતી હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ ત્રણ દેવી-દેવતાની મૂર્તિ સ્થાપિત કરી તેની પૂજા કરવી જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને સાથે જ અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.
માં લક્ષ્મીની મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અચૂક હોવી જોઈએ. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે તેમની પૂજા ધનની સમસ્યાનું નિવારણ કરે છે. ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશની જમણી તરફ સ્થાપિત હોવી જોઈએ.
ભગવાન કુબેર
વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સમૃદ્ધિ માટે ઘરના મંદિરમાં ભગવાન કુબેરની મૂર્તિ પણ રાખવી જોઈએ. ભગવાન કુબેર ધનના દેવતા કહેવાય છે. જો તમે ઈચ્છો તો કુબેર દેવતાની મૂર્તિ ઘરની તિજોરીમાં પણ રાખી શકાય છે.
ભગવાન ગણેશ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ હોવી જ જોઈએ. ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે તેમના આશીર્વાદથી કોઈપણ પ્રકારની સમસ્યા વિના દરેક કાર્ય પૂર્ણ થાય છે તેમની મૂર્તિની સ્થાપના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે.