Astrology News: બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતુ અથવા બાળકનું મન ચંચળ બની ગયું છે. એક જગ્યાએ સ્થિર નથી રહેતું. જો રમત-ગમતમાં પણ બાળકો રૂચિ ન દેખાડેતો સાવધાન થઇ જવાની જરૂર છે. આપને જણાવીએ કે આ તમામ કારણો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઇ શકે છે.
બાળકોના સર્વાગી વિકાસ માટે વાસ્તુ શાસ્ત્રમાં સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે. અહીં જાણો.
બાળકોના રૂમનું વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બાળકોના રૂમની સજાવટ તેમના અનુકુળ હોવી જોઇએ. ત્યારે જ તે સ્વસ્થ રહેશે. બાળકોના રૂમમાં હવા અને ઉજાસનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
અભ્યાસ કરવાના ટેબલને હંમેશા સાફ રાખવું જોઇએ. બાળકોના રૂમમાં દોડતા ઘોડાની તસવીર લગાવવી જોઇએ.
બાળકોના રૂમમાં લીલા રંગના પોપટની તસવીર ઘરની ઉત્તર દિશામાં લગાવવી જોઇએ. એવું કરવાથી બાળકોમાં અભ્યાસ અને રમત-ગમતમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
આ ઉપરાંત બાળકોનો પલંગ વધારે ઉંચો ન હોવો જોઇએ. તેમાં માથુ પૂર્વ દિશા તરફ તથા પગ પશ્ચિમ તરફ હોય એ રીતે રાખવું જોઇએ. અભ્યાસ કરતા સમયે બાળકોનું મોઢું પૂર્વ દિશા તરફ, પીઠ પશ્ચિમ દિશા તરફ હોવી જોઇએ.
બાળકોના રૂમમાં ક્યારેય હિંસાત્મક અથવા ભટકાઉ પેન્ટિગ્સ અથવા ચિત્ર ન હોવા જોઇએ. બાળકોના રૂમમાં પ્રાકૃતિક ચિત્ર લગાવવા જોઇએ.
ભગવાન શ્રી ગણેશ અને માતા સરસ્વતીની તસવીર બાળકોના રૂમમાં રાખવી જોઇએ. જો બે બાળકો હોય અને બંને સમાન ઉંમરના હોય તો તેમના રુમમાં બે અલગ-અલગ રંગોનો પ્રયોગ કરી શકાય છે.