Lok Sabha Election : લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સમયે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતા વિવાદ વધુ વકર્યો છે.અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં જાહેરાત કરવામાં આવી હતી કે રૂપાલા વિવાદ નહી ઉકેલાય તો આગામી કાર્યક્રમની રણનીતી ઘડાઈ છે. જેમાં આગામી દિવસોમાં રાજકોટમાં ક્ષત્રિય સ્વાભિમાન સભા કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટમાં ક્ષત્રિય સ્વાભિમાન સભા કરવાની મોટી જાહેરાત કરવામાં આવી
કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જાહેરાત કરતા કહ્યું કે 09 અથવા 10 એપ્રિલે રાજકોટમાં સ્વાભિમાન સભા યોજાશે. જેમાં પાંચ લાખ લોકો જોડાશે.તેમણે જાહેર મંચથી સંબોધન દરમિયાન જો રૂપાલા વિવાદ ખતમ નહી થાય તો અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં પણ સંમેલનનની તૈયારી દર્શાવી હતી.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી હોવા છતાંય ક્ષત્રિયો કોઇ વાત સ્વિકારવા તૈયાર નથી. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો હજુ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણોસર ભાજપની પ્રદેશ નેતાગીરીની ચિંતા વધી છે.