Beauty Tips: કાચા દૂધથી ચહેરાને શું ફાયદો થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 15 દિવસમાં દાગ ધબ્બા અને ખીલ દૂર થઈ શકે છે.
રાત્રે દૂધ પીને સૂવું તે રૂટીનમાં શામેલ છે. બાળકો અને વડીલને દૂધ આપવામાં આવે છે, જેથી હાડકાં મજબૂત થાય અને શરીરમાં પ્રોટીન તથા કેલ્શિયમની કમી ના થાય. કાચા દૂધથી ચહેરાને શું ફાયદો થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 15 દિવસમાં દાગ ધબ્બા અને ખીલ દૂર થઈ શકે છે.
ચહેરા પર કાચુ દૂધ લગાવવાના ફાયદા
એક વાટકીમાં 2થી 4 ચમચી કાચુ દૂધ લો અને તેમાં અડધુ કેળુ ક્રશ કરીને નાખો તથા સરખી રીતે મિશ્ર કરી લો. હવે તેને ચહેરા પર માસ્ક તરીકે લગાવો. 15 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો, જેથી ત્વચા વધુ સોફ્ટ અને ટાઈટ થઈ જશે.
કાચા દૂધમાં ટામેટાનો પલ્પ મિશ્ર કરીને ફેસ પર લગાવી શકાય છે. જેથી ચહેરાના રંગમાં વધુ નિખાર આવશે અને દાગ ધબ્બા દૂર થશે. જેથી સ્કિન હાઈડ્રેટ રહેશે. ટામેટા ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું હોય છે, જેથી આ મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે.
કાચુ દૂધ ચહેરા પર ક્લીન્ઝર તરીકે પણ લગાવી શકાય છે. જેથી તમારી સ્કિન ખૂબ જ સારી અને યુવા રહેશે. કાચા દૂધમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ તથા આયર્ન છે. જે ત્વચાને જરૂરી પોષકતત્ત્વો પૂરા પાડે છે.
દૂધમાં રહેલ લેક્ટિક એસિડ એન્ટી એજિંગ ફેસ ક્લીન્ઝર માટે ખૂબ જ ગુણકારી છે. જે મૃત કોશિકાઓ કાઢવામાં મદદ કરે છે. ડેડ સ્કીન દૂર કરીને સેલ્સ ગ્રો કરવામાં મદદરૂપ થાય છે.
જે લોકોને ડ્રાઈ સ્કિનની સમસ્યા છે, તેમની ત્વચા મોઈશ્ચરાઈઝ રહે છે અને ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. કાચા દૂધથી એક્નેની સમસ્યા દૂર થાય છે. આ પોષકતત્ત્વથી સ્કિન પોર્સ ખૂબ જ સારી રીતે સાફ થઈ જાય છે.