America Road Accident: યુનાઇટેડ સ્ટેટ્સના એરિઝોનામાં લેક પ્લીઝન્ટ પાસે સામસામે અથડામણમાં બે ભારતીય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. મૃતકોની ઓળખ 19 વર્ષીય નિવેશ મુક્કા અને 19 વર્ષીય ગૌતમ પારસી તરીકે થઈ છે. બંને વિદ્યાર્થીઓ ભારતના હતા. તેઓ યુએસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા હતા.
પિયોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, સ્ટેટ રૂટ 74ની ઉત્તરે આવેલા કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર 20 એપ્રિલે સાંજે 6:18 વાગ્યે બે કાર વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વાહનો કેવી રીતે અથડાયા તેની તપાસ કરવામાં આવી રહી છે.
માર્ગ અકસ્માતમાં બંને કાર ચાલકોને ઇજા થઇ હતી
તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતમાં બંને કારના ડ્રાઇવરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ 19 વર્ષીય નિવેશ મુક્કા અને 19 વર્ષીય ગૌતમ પારસી તરીકે થઈ છે. તેણે જણાવ્યું કે બંને ભારતીય હતા.